Gondal-ગોંડલ મુક્તિધામ ખાતે એકત્રિત થયેલ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર ગંગા નદીના કિનારે કરવામાં આવ્યું.

ગોંડલથી ૪૫ સેવાભાવી યાત્રિકો લક્ઝરી બસ દ્વારા હરિદ્વાર પહોંચી ત્યાંથી ચારધામ યાત્રાએ નીકળ્યા.

ગોંડલ શહેરના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુક્તિધામની સેવાઓ સૌરાષ્ટ્ર ગુજરાત ભર માં જાણીતી છે ત્યારે આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત મુક્તિધામ ખાતે એકત્રિત થતા અસ્થિઓનો વિસર્જન હરિદ્વાર ગંગા નદીમાં કરવામાં આવી રહ્યું છે,જે પરંપરા આ વર્ષે  શરૂ રહી હતી શહેરના યુવા સેવાભાવી જયદીપભાઇ ભરતભાઈ પરડવા, જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા, નૈમિષભાઈ રમેશભાઈ ધડુક, પ્રફુલભાઈ ટોળીયા, ગોપાલભાઈ ભુવા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા સહિતનાઓએ મુક્તિધામ ખાતે અસ્થી કુંભનું વિધિવત પૂજન અર્ચન કર્યું હતું ,

બાદમાં ૪૫ સેવાભાવીઓ સ્વખર્ચે લક્ઝરી બસ દ્વારા રામદેવડા, પુષ્કર બાદ હરિદ્વાર ગંગા નદીના કિનારે પહોંચ્યા હતા જ્યાં ભૂદેવોના મંત્રોરચાર વચ્ચે અસ્થીઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ મુક્તિધામ ખાતે વર્ષ દરમ્યાન શહેરના સ્વજનો, સાધુ સંતો અને બિનવારસી લોકોના મૃત્યુ થતા હોય જેઓના અસ્થિને એકત્રિત કરવામાં આવતા હોય છે પ્રતિવર્ષ વર્ષમાં બે વખત ગંગા નદીમાં તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત સેવાભાવીઓ ની બસ ૧૬ દિવસ ચારધામ યાત્રા પૂર્ણ કરી બાદમાં ગોંડલ પરત પહોંચી જશે તેવું યાદીમાં જણાવાયું હતું.

error: Content is protected !!