Morbi-મોરબીના કિષ્ના પાર્કમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા.
રૂ.૧,૨૫,૯૮૦ના મુદામાલ સાથે આરોપી રફીક ઉસ્માનભાઈ અજમેરી અને જીતરાજસિંહ ક્રિપાલસિહ ગોહિલને ઝડપી લીધા.
મોરબીના વાવડી રોડ પર કિષ્ના પાર્કમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી કારમાં હેરાફેરી કરનાર બે શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન વાવડી રોડ ક્રિષ્ના પાર્કમાં રહેતા આરોપી રફીક ઉસ્માનભાઈ અજમેરી એ પોતાના રહેણાંક મક્નામાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે રાખી આરોપી જીતરાજસિંહ ક્રિપાલસિંહ ગોહિલ એ દારૂનો જથ્થો અલ્ટો કાર જીજે ૦૬ બીએ ૧૭૨૫ કીમત રૂ. ૧,૦૦,૦૦૦ વાળીમાં આપી જઈ કુલ બોટલ નંગ ૬૦ કીમત રૂ.૨૫૯૮૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૨૫,૯૮૦ સાથે આરોપી રફીક્ક ઉસ્માનભાઈ અજમેરી અને જીતરાજસિંહ ક્રિપાલસિહ ગોહિલને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે