ગોંડલ ખાતે રમઝાન ઇદની ઉજવણી પોરબંદર સાંસદશ્રી ની પ્રેરક ઉપસ્થીતી.

તાજેતરમાં પાન ફાઉન્ડેશનના નેજા હેઠળ દાઉદી બોહરા અગ્રણી આબેદીનભાઈ હિરાણી દ્વારા સ્થાપક પ્રકાશભાઈ ઠકરાર તેમજ નલિનભાઈ જડિયા ના સંયુકત આયોજન હેઠળ કોમી એકતાના પ્રતીક રૂપે સમગ્ર સમાજના લોકોની સાથે રહી રમઝાન ઇદની ઉજવણી અલમદાર કાર ડેકોર ખાતે કરવામાં આવી જે અંતર્ગત પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ખાસ હાજરી આપી સમગ્ર સમાજને કોમી એકતાનો સંદેશો પહોંચાડ્યો.

આ પ્રસંગે ૭૩ વિધાનસભાના યુવા લાડકવાયા નેતા જ્યોતિરાદિત્યસિંહજી જયરાજસિંહજી જાડેજા (ગણેશભાઈ), ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, એપીએમસી ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, નાગરિક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક, ગોંડલ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કિશનભાઈ ઠુમ્મર, શહેર યુવા મહામંત્રી જીગરભાઈ સાટોડીયા તેમજ ગોંડલ શહેરની તમામ જ્ઞાતિના અગ્રણીઓ તેમજ તમામ સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા ખાસ હાજરી આપવામાં આવેલ. આ પ્રસંગે દાઉદી સમાજના મૌલાના ફખરુભાઈ તેમજ અન્ય અગ્રણીઓએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપેલ. પ્રમુખ મોઇઝભાઈ સાદીકોટ દ્વારા ખાસ માર્ગદર્શન પ્રાપ્ત થયેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપ ઉપપ્રમુખ કિશોરભાઈ ધડુક દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવેલ.

error: Content is protected !!