Gondal-Rajkot-ગોંડલના કેશવાળા ગામે માવતર રહેતી યુવતીને પૂર્વ પતિ સહિત ચાર શખ્સોએ માર માર્યો.
ગોંડલ તાલુકાના કેશવાળા ગામે માવતર રહેતી ૩૦ વર્ષીય યુવતીને પૂર્વ પતિ સહિતના ચાર શખ્સોએ ઘરે આવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી . તાલુકાના કેશવાળા ગામે માવતર રહેતી સાયરુંબેન નરેશભાઈ જખણીયા ઉંમર વર્ષ 30 બાબરા તાલુકાના થોરખાણ ગામ ના પૂર્વ પતિ મયુર મનસુખભાઈ ચારોલા , તેનો ભાઈ રણજીત અને બટુક ગોબરભાઇ માથાસુરીયા તેમજ દડું ગોબરભાઇ માથાસુરીયા વિરુદ્ધ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આઈપીસી કલમ 323 294 506 2 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે પ્રથમ પતિ મયુર ચારોલા દારૂ પીવાની ટેવવાળો હતો દુઃખ ત્રાસ આપતો હોવાથી વર્ષ 2014 માં તેની સાથે છૂટાછેડા કર્યા હતા અને બીજા લગ્ન નરેશ વસાભાઇ જખાણીયા સાથે કર્યા હતા જેના થકી તે ત્રણ સંતાનોની માતા બની છે અને છેલ્લા એક વર્ષથી પૂર્વ પતિ મયુર બીજા નંબરના પતિ નરેશ ને અવારનવાર ધમકી આપતો હોવાથી બીજા પતિ નરેશે મયુર ના ડર થી ત્રણેય સંતાનો સાથે કાઢી મુકતા તેને માવતરના ઘરે રહેવાની ફરજ પડી છે .