New Delhi-કોલસાની અછતથી દેશમાં ઘેરાતું વીજસંકટ કોલસાની ઘટથી આઠ મોટા વીજ ઉત્પાદન પ્લાન્ટ ઠપ્પ: ૪૦ એવા પ્લાન્ટ છે, જયાં માત્ર ૧૦ ટકા જ કોલસાનો જથ્થો વઘ્યો.
દેશમાં કોલસાની અછતથી વીજ સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. કોલસાની કમીના કારણે દેશના આઠ મોટા વીજ ઉત્પાદન પ્લાન્ટ બંધ થઈ ગયા છે. ૪૦ વીજ ઉત્પાદન પ્લાન્ટ એવા છે જેમાં માત્ર ૧૦ ટકા જ કોલસાનો જથ્થો બન્યો છે.
નેશનલ પાવર પોર્ટલ (એનપીપી)ના રિપોર્ટ અનુસાર દેશમાં આયાતીત કોલસા પર નિર્ભર ૩૦૪૧ મેગાવોટ વીજળી ઉત્પાદનની ક્ષમતા વાળા આઠ વીજ ઉત્પાદન પ્લાન્ટ બંધ પડ્યા છે. જયારે ઘરેલુ કોલસા પર નિર્ભર ૮૮ વીજ ઉત્પાદન પ્લાન્ટ એવા છે જયાં કોલસાનું ગંભીર સંકટ છે. આયાતીત કોલસા પર નિર્ભર ૧૫ વીજ ઉત્પાદન પ્લાન્ટમાંથી ૮ પ્લાન્ટ બંધ પડયા છે.
કેન્દ્રીય વિદ્યુત ઓથોરીટીના અનુસાર દેશમાં સંચાલીત ૧૭૩ વિજળી ઉત્પાદન પ્લાન્ટમાંથી ૧૦૮ પ્લાન્ટમાં કોલસાનો જથ્થો ગંભીર શ્રેણીમાં છે. એમાંથી ૧૫૦ પ્લાન્ટ એવા છે જે ઘરેલુ કોલસા પર નિર્ભર છે. વિજળીની માંગ અત્યધિક હોવાથી ૭ દિવસમાં ગંભીર શ્રેણીમાં જનારા વીજળી ઉત્પાદન પ્લાન્ટની સંખ્યા ૮૮ થઈ ગઈ છે, જયારે ૪૦ પ્લાન્ટ એવા છે. જયાં જરૂરિયાતની તુલનામાં માત્ર ૧૦ ટકા કોલસાનો જથ્થો છે. કોલસાના ગંભીર સંકટથી ૩૦ એપ્રિલે દેશમાં ૫૮૧૬ મેગાવોટ વીજળીની કમી રહી હતી.
૧૭ દિવસમાં ૧૧૪ એમયુ વીજ સંકટ વધ્યું: કોલસા સંકટ દરમિયાન ૨૯ એપ્રિલે વિજળીની માંગ વધીને ૨૦૭ ગીગાવોટ થઈ ગઈ હતી. ૨૮ એપ્રિલે આ માત્ર ૧૮૩ ગીગાવોટ હતી એક વર્ષ પહેલા પીકમાં વિજળીની માંગ ૧૮૩ ગીગાવોટ હતી. દેશમાં ૧૨ એપ્રિલે ૧૦૦ મીલીયન યુનિટ વીજળીનું સંકટ હતું જે ૨૯ એપ્રિલે અર્થાત ૧૭ દિવસમાં ૨૧૧૪.૧૨ મિલિયન યુનિટ થઈ ગયું હતું. પીકમાં ૨૯ એપ્રિલે કુલ ૮૧૨૦ મેગાવોટ વીજ સંકટ રહ્યું હતું.
એપ્રિલમાં વીજળી ક્ષેત્રને કોલસાનો પુરવઠો ૧૬ ટકા વધ્યો: જાહેર ક્ષેત્રની કોલ ઈન્ડીયા લીમીટેડ (સીઆઈએએસ) એ જણાવ્યું હતું કે તેણે ગત મહિને વીજ ક્ષેત્રને કોલસાનો પુરવઠો ૧૫.૬ ટકા વધારીને ૪.૯૭ કરોડ ટન કરી દીધો હતો.
ગુજરાતમાં ક્ષમતાથી ઓછું ઉત્પાદન
ગુજરાત ઈલેકટ્રીસીટી કોર્પોરેશન લિમીટેડ (જીઈસીએલ)ના રિપોર્ટ અનુસાર વીજળી ઉત્પાદનની ક્ષમતા ૬૬૦૦ મેગાવોટ છે જે કોલસાના અભાવે ઘટીને ૪૫૦૦ મેગાવોટ થઈ ગઈ છે. એનપીપીના વિશ્લેષણથી ખ્યાલ આવે છે કે દેશમાં ગત વર્ષે ૨૮ એપ્રિલે ૩૬ વીજ ઉત્પાદન પ્લાન્ટમાં કોલસાની સ્થિતિ ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે. ૨૮ એપ્રિલ ૨૦૨૨ના ગંભીર સ્થિતિ વાળા પ્લાન્ટની સંખ્યા ૧૦૮હતી.