Vinchhiya-વિંછીયામાંથી એક્સપ્લોઝીવ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ એસ.ઓ.જી.ગ્રામ્ય બ્રાન્ચ.
પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ,રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝીવના વેચાણ-હેરફેર કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુશંધાને એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એમ.જાડેજા સાહેબના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા એસ.ઓ.જી સ્ટાફ સાથે વિંછીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ હિતેષભાઇ અગ્રાવત તથા જયવિરસિંહ રાણા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલને ખાનગી રાહે હકિકત મળેલ કે ખારચીયા ગામના તળાવમાં શ્રવણ નામનો રાજસ્થાની માણસ કુવો ગાળવા રાખેલ છે. અને પોતે તેની ઝૂપડીમાં ગેરકાયદેસર એક્સપ્લોઝીલને લગતો સામાન રાખતો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળેલ હોય, જે હકિકત આધારે રેઇડ કરતા મજકુર શ્રવણસીંગ રામસીંગ રાવત જાતે.રાજપુત ઉવ.૪૫ હાલ રહે.ખારચીયા ગામની સીમ સવાભાઇ હકાભાઇ પંચાળા ની તળાવમાં આવેલ વાડીએ મુળ રહે.સારણ (વેરાદેવળ) તા.મારવાડ જંકશન જી.પાલી રાજસ્થાન ગેરકાયદેસર રીતે આધાર કે પરવાના વગર એક્સપ્લોઝીવ ને લગતો સામાન ડીટોનેટર તથા જીલેટીન સ્ટીકના જથ્થા સાથે ઝડપી પાડી વિંછીયા પો.સ્ટે ખાતે એક્સપ્લોઝીવ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીમાં શ્રવણસીંગ રામસીંગ રાવત જાતે.રાજપુત ઉવ.૪૫ હાલ રહે.ખારચીયા ગામની સીમ સવાભાઇ હકાભાઇ પંચાળા ની તળાવમાં આવેલ વાડીએ મુળ રહે.સારણ (વેરાદેવળ) તા.મારવાડ જંકશન જી.પાલી રાજસ્થાન કબ્જે કરેલ મુદા્માલમાં
(૧) ડીટોનેટર નંગ-૧૯ કિ.રૂ.૨૮૫/-
(૨) જીલેટીન સ્ટીક નંગ-૧૪૯ કિ.રૂ.૧૭૮૮/- કુલ કિ.રૂ.૨,૦૭૩/-કામગીરી કરનાર અધિકારી/કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા પો.હેડ કોન્સ. તથા હિતેષભાઇ અગ્રાવત તથા જયવિરસિંહ રાણા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ સહિતના એ કામગીરી કરી હતી.