Gondal-Rajkot-ગોંડલ માં યોજાયો અનોખો સેમિનાર એજ્યુકેશન:કોવિડ પેહલા અને કોવિડ પછી વિશ્વકક્ષાએ વિજેતા બનેલ બાળકો નું સન્માન.
વર્લ્ડ રેકોર્ડ કરનાર અને વિશ્વકક્ષાએ નામ મેળવનાર ગોંડલ ના ગણિત ના બુધ્ધિશાળી બાળકો નું સન્માન.
કોરોના ના લગભગ 2 વર્ષ બાદ ગોંડલ માં પ્રથમ વખત એક પેરેન્ટિંગ સેમિનાર નું આયોજન હોટેલ ડ્રિમ લેન્ડ હોલ ખાતે પરફેક્ટ કલાસીસ દ્વારા કરવા માં આવ્યું. જેમાં 400 થી વધુ પેરેન્ટ્સ અને 150 થી વધુ બાળકો દવારા આ કાર્યક્રમ નો લાભ લેવા માં આવ્યો.
2020 ના કોવિડ ના સમય પછી જો સૌથી મોટી કોઈ સમસ્યા લગભગ દરેક જગ્યાએ જોવા મળી હોય તો તે છે બાળકો માં શિક્ષણ ની ગુણવત્તા અને તેમના પર થયેલ અસરો ની.હજી તો એસએસસી અને એચએસસી ના પરિણામ પણ નથી આવ્યા ત્યાં તો બાળકો ને લગતા માઠા સમાચાર અવારનવાર વાંચવા મળે છે. આ બધી બાબતો માંથી બહાર નીકળવા માટે અને બાળકો અને પેરેન્ટ્સ ને યોગ્ય માર્ગદર્શન અને માહિતી આપવા માટે મુખ્ય વક્તા તરીકે શ્રી રામજી મન્દિર ના મહંત જયરામદાસજી અને માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા એ પોતાના વિચારો રજૂ કર્યા.કાર્યક્રમ ના અતિથિ વિશેષ તરીકે ફોરેસ્ટ યુથ કલબ ના પ્રેસિડેન્ટ અને પ્રકૃતિ પ્રેમી હિતેશભાઈ દવે , ભાયાવાદર નાયબ મામલતદાર મનીષભાઈ જોશી , વિદ્યા મંદિર ના આચાર્ય ઉકાણી સાહેબ , બીપીનભાઈ ભટ્ટ , સુનિલભાઈ આરદેશના , યતીનભાઈ સાવલિયા , અશોકભાઈ શેખડા , જયપાલસિંહ જાડેજા , કિશોરભાઈ ધડુક અને હિતેશભાઈ રાવલે હાજરી આપી હતી.
સેમિનાર વિષય ” એજ્યુકેશન , કોવિડ પહેલા અને કોવિડ પછી અને વર્તમાન સમય માં માતા પિતા અને શિક્ષકો ની તેમાં ભૂમિકા.” વિષય અનુરૂપ જયરામદાસજી એ પોતાના સંબોધન માં વાલીઓને જણાવ્યું કે બાળકો એ જ આપણી સાચી મૂડી છે અને તેમનું જતન અને રક્ષણ કરવું એ માતા પિતા , શિક્ષકો અને સમાજ ની સૌથી પ્રથમ ફરજ છે.નાની ઉંમર થી જ બાળકો ને યોગ્ય સંસ્કાર સાથે શિક્ષણ ની જરૂર વિશે તેમણે માર્ગદર્શન આપ્યું. અન્ય મુખ્ય વક્તા માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા દ્વારા આ બે વર્ષ દરમ્યાન બાળકો ની ચાઈલ્ડ સાયકોલોજી ને અનુરૂપ અને બાળકો ની વય મર્યાદા મુજબ બાળકો ને શિક્ષણ પ્રતિ રસરૂચી કેળવવા માટે ના તમામ મુદ્દાઓની ઉદાહરણો સાથે સમજૂતી આપી અને ખાસ જણાવ્યું લે જેમ સમય ની જરૂરિયાત સાથે વાલીઓએ બાળકો ને અભ્યાસ માટે મોબાઈલ આપેલ હતો તેમ જ હવે જ્યારે બાળકો ને શિક્ષણ ફરી થી રેગ્યુલર થઈ ગયેલ છે ત્યારે હવે જરૂર વગર બાળકો ને મોબાઈલ માં સમય પસાર ન કરવા દેવો.હળવાશ ના મૂડ માં પણ એકદમ સચોટ વાત કરી લે દોઢ જીબી કમ્પની ફ્રી આપે છે પણ સમય તો આપણો અને બાળકો નો જ બગડે છે એટલે હવે માતાપિતા એ જોવા નું છે કે અમુક સમય કરતાં વધારે સમય બાળકો ગેમ્સ કે સોશ્યિલ મીડિયા માં ન બગાડે. નાયબ મામલતદાર મનીષભાઈ જોશી દવારા સ્પર્ધાત્મક પરીક્ષાના આ સમય માં બાળકો ને નાની ઉંમરમાં કઈ રીતે તૈયાર કરવા તે બાબતે સંપૂર્ણ માર્ગદર્શન આપવા માં આવ્યું. હિતેશભાઈ દવે દવારા પરેન્ટીંગ ને લગતી ટિપ્સ અને વાલીઓને બાળકો સાથે ક્વોલિટી સમય પસાર કરી ને તેમને મન ગમતા રસ રુચિ ના વિષય માં જ આગળ વધવા સૂચન કરાયું અને સાથે જ યોગ્ય ઉદાહરણો દ્વારા તેમણે સમજાવ્યું કે કોઈ એકાદ બે વખત ની નિષફળતા બદલ બાળકો ને ટકોરવા કે ખિજાવા કરતા તેમને પ્રોત્સાહન આપી ને આગળ વધારવું.
2019 માં કમબોડીયા ખાતે આંતરરાષ્ટ્રીય હરીફાઈ માં પ્રથમ ક્રમ મેળવેલ તીર્થ જયદીપભાઈ જોશી અને ચેમ્પિયન બનેલ ધ્વનિ દીપેનભાઈ વેકરિયા તેમજ 2020 ના કોરોના ના આફત ના સમય ને અવસર બનાવી કોઈ પણ પ્રકાર ના કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધન ની મદદ વિના માત્ર 1 મિનિટ માં 89 ભાગાકાર ગણનાર 12 વર્ષ ના મકવાણા સૌમ્ય નિરવભાઈ અને 10 વર્ષ થી નાની ઉંમરે માત્ર 90 સેકન્ડ માં 107 ભાગાકાર ગણી ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા માં સ્થાન મેળવનાર બાળકો ને વિશિષ્ટ સન્માન કરવા માં આવ્યું.
સૌમ્ય અને ધ્વનિ ને કુમાર શ્રી જ્યોતિરમયસિંહજી ઓફ હવામહેલ દવારા રૂબરૂ મુલાકાત કરી ને શુભેચ્છા અને આશીર્વાદ આપી સન્માનિત કરાયા. 2021 માં યુસીમાસ ની સ્ટેટ લેવલ મેન્ટલ એરીથમેટિક સ્પર્ધા માં ભાગ લેનાર 6 બાળકો અને ચેમ્પિયન બનેલ જોશી સમર્થ મનીષભાઈ અને 2022 માં જાન્યુઆરી મહિના માં યુસીમાસ ની નેશનલ લેવલ સ્પર્ધા માં ભાગ લેનાર 14 બાળકો અને ચેમ્પિયન બનેલ જોશી ઓમ ચેતનભાઈ ને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ બાળકો ને તૈયાર કરવા માં પરેક્ટ કલાસીસ યુસીમાસ ગોંડલ ના ડાયરેકટર રજનીશ રાજપરા , ઈશાની ભટ્ટ , ઈશા ટાંક એ સંપૂર્ણ માર્ગદર્શન આપેલ.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન હિતેશભાઈ દવે દવારા કરવા માં આવ્યું.