Gondal-Rajkot-ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ દાદાની જન્મ જયંતિ ઉજવવાનું આયોજન.
ભગવાન શ્રી પરશુરામ દાદાની જન્મ જયંતિ ઉજવવાનું આયોજનનું વિક્રમ સંવત ૨૦૫૮ ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ) ને મંગળવાર તા. ૩-૫-૨૦૨૨ ના શુભ દિને કરાયું છે, જેમાં
દિપ પ્રાગટય પ.પૂ. શ્રી જેરામદાસ બાપુ – મહંતશ્રી રામજી મંદિર, ગોંડલ. પ.પૂ. શ્રી સિતારામ બાપુ – મહંતશ્રી વડવાળી જગ્યા, ગોંડલ દ્વારા કરવામાં આવશે, આમંત્રિત મહેમાનોમાં રમેશભાઇ ધડુક – સાંસદ, પોરબંદર, ગીતાબા જાડેજા – ધારાસભ્ય, ગોંડલ., કુંવર સાહેબશ્રી જયોર્તિમયસિંહજી – હવામહેલ, જોષી સાહેબ – ડેપ્યુટી કલેકટર, અશોકભાઇ પીપળીયા – ચેરમેન ગોંડલ નાગરિક બેંક,અલ્પેશભાઇ ઢોલરીયા – ચેરમેન ગોંડલ માર્કેટીંગ યાર્ડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા – વા.ચેરમેન માર્કેટીંગ યાર્ડ, પ્રફુલભાઇ ટોળીયા – ડીરેકટર માર્કેટીંગ યાર્ડ, ખુશ્બુબેન ભુવા – પ્રમુખ, ગોંડલ નગરપાલિકા , ઓમદેવસિંહ જાડેજા – કારોબારી ચેરમેન,ચંદુભાઇ દુધાત્રા, પ્રમુખ, ગોંડલ શહેર ભાજપ, એ.જે.વ્યાસ , ચિફ ઓફીસર, ગોંડલ નગરપાલિકા, ગોપાલભાઇ ટોળીયા – પ્રમુખ ગોંડલ વેપારી મહામંડળ, નયનાબેન એચ. રાવલ – ચેરમેન વેજીટેબલ, ન.પા. ગોંડલ હાજર રહેશે.
કાર્યક્રમની રૂપરેખા માં તા. ૩-૫-૨૦૨૨, મંગળવાર (અખાત્રીજ)શ્રી પરશુરામ દાદાની પૂજન વિધી સાંજે ૬-૩૦ કલાકે (૨૧ ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજન વિધી),ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પ્રવચનસાંજે ૭-૦૦ કલાકે
, મહાનુભાવોનું સન્માન સાંજે ૭-૧૫ કલાકે, મહાઆરતી સાંજે ૭-૩૦ કલાકે, શ્રી પરશુરામ દાદાનો થાળ સાંજે ૭-૪૫ કલાકે,શ્રી બ્રહ્મદેવ સમાજનો પરિચય સાંજે ૭-૪૫ કલાકે, બ્રહ્મભોજન સાંજે ૮-૦૦ કલાકે કરાશે, સહયોગ શ્રી ચિભડીયા બ્રહ્મસમાજ અવધ ગૃપ તથા અવધ મહિલા મંડળ નો સાપડી રહ્યો હોવાનું યાદીમાં જણાવાયું હતું.