Gondal-હનીટ્રેપ કરી લુંટ કરતી ગેંગને પકડી પાડતી, રાજકોટ ગ્રામ્ય લૉકલ ક્રાઈમ બ્રાન્ચ.

તાજેતરમાં ગોંડલ તાલુકા પો.સ્ટે.ના ચરખડી પાસે જતા રસ્તે માર મારી લુંટ કરેલનો બનાવ બનેલ જે લુંટના ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી ચાર ઇસમોને કુલ રૂપિયા ૫,૪૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી, લૉકલ ક્રાઈમ બ્રાન્ચ, રાજકોટ ગ્રામ્ય

 

આજથી પંદર દિવસ પહેલા “પુજા પટેલ” નામના ફેસબુક આઇ.ડી. ધારણ કરી ફરીયાદી અતુલ પટેલ રહે. ભેસાણ વાળાને ફેસબુકમાં મેસેન્જરમાં વાતચીત કરી, તેની સાથે મિત્રતાનો સંબંધ કેળવેલ હતો અને પછી ગઇ તા. ૨૫/૦૪/૨૦૨૨ ના રોજ તેને ગોંડલથી જામકંડોરણા જતા રોડ ઉપર આવેલ ઉમરાળી ચોકડીએ ફરીયાદીને મળવા બોલાવી, આ ફરીયાદી અતુલ પટેલ સાથે મોટર સાઇકલમાં બેસી જેપુર થી ચરખડી તરફ જતા તેની પાછળ રસ્તામાં સફેદ કલરની નંબર વગરની શિફ્ટ ગાડીમાં અજાણ્યા ત્રણ ઇસમો તેઓની પાછળ જઇ થોડે આગળ જતા તેને રોકી તેને કહેલ કે અમારી બહેનને કયાં લઇ જાય છે. તેમ કહી ફરીયાદી અતુલ પટેલ સાથે બોલાચાલી કરી મારા-મારી કરી તથા ગાળા-ગાળી કરી, તેનો આઇ-ફોન મોબાઇલ તથા મો.સા.ના સાઇડના થેલામાં રાખેલ રોકડ રકમની લુંટ કરી નંબર વગરની સ્વીફટ ગાડીમાં બેસી નાસી ગયેલ જે અંગે ગોંડલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.- ૧૧૨૧૩૦૧૬૨૨૦૩૦૮/૨૦૨૨ ઇ.પી.કો.ક. ૩૯૨, ૧૧૪ મુજબનો લુંટનો વણશોધાયેલ ગુન્હો દાખલ થયેલ હતો.
આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈ.જી.પી.  સંદિપ સિંહ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ સદરહુ ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા અંગે સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ. શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઈન્સ. શ્રી એસ.જે. રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ આ લુંટ કરનાર ઇસમોને પકડી પાડવા માટે એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા આજુ બાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવેલ તેમજ અગાઉ આવી એમ.ઓ. ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવેલ તેમજ લોકલ હ્યુમન ઇન્ટેલીજન્સ સોર્સ આધારે તપાસમાં હતા.
તે દરમ્યાન પો.સબ.ઈન્સ. શ્રી એસ.જે. રાણા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા નાઓને ખાનગીરાહે ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ છે કે, આ ગુન્હામાં અગાઉ રાજકોટ શહેરમાં હનીટ્રેપ તથા લુંટના ગુન્હામાં જીતુદાન જેસાણી જાતે- ગઢવી રહે- રાજકોટ વાળો તથા માધવીબેન ભટ્ટી રહે- રાજકોટ તથા તેની સાથે અન્ય માણસો સંડોવાયેલ છે. અને તેઓએ લુટ કરવામાં નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડી નો ઉપયોગ કરેલ હતો. અને તે ગાડીનો ઉપરનો ટોપનો ભાગ કાળા કલરનો છે. અને તેઓ હાલે ભાવનગર જીલ્લાના ભગુડા ધામથી રાજકોટ તરફ ગુનામાં ઉપયોગ કરેલ સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડી સાથે રાજકોટ તરફ આવે છે. તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળેલ હોય જેથી ઉપરોકત હકિકત વાળા વાહન તથા ઇસમોની શ્રીનાથગઢ ગામે વોચમાં હતા. તે દરમ્યાન હકિકત વાળી ગાડી આવતા તેને રોકી ચેક કરતા તેમાંથી એક સ્ત્રી તથા ત્રણ પુરૂષ એમ કુલ ચાર ઇસમોને શ્રીનાથગઢ ગામ પાસેથી કુલ ૫,૪૧,૦૦૦/- રૂપિયાના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ પકડાયેલ ઇસમોની પુછપરછ દરમ્યાન ગોંડલ તાલુકાના જેપુર થી ચરખડી તરફ જતા રસ્તે બનેલ લુંટના બનાવને અંઝામ આપેલની કબુલાત આપેલ આમ આ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.

 

હસ્તગત કરેલ આરોપીઓમાં
જીતુદાન બાણીદાનભાઇ જેસાણી જાતે- ગઢવી, ઉ.વ. ૨૪ ધંધો- ડ્રાઇવીંગ રહે.હાલ- ધરાહા માર્કેટની સામે ભાડાના મકાનમાં “જય દ્વારકેશ” નામના ભાડાના મકાનમાં, સંતકબીર રોડ રાજકોટ મુળ રહે.નાડીચણા તા.ધ્રાગંધ્રા જી.સુરેન્દ્રનગર વાળો
માધવીબેન ઉર્ફે માહિ વા.ઓ. અજયભાઇ કિશોરભાઇ અગ્રાવત ડો.ઓ. ભાલચંન્દ્રભાઇ ભવાનસિંહ ભટ્ટી ઉ.વ. ૩૩ રહે- રાજકોટ, શીવપાર્ક મેઇન રોડ, નાણાવટી ચોક, ’અરૂણોદય’, રેખાબેન છાયાના મકાનમાં વાળી
અજય કિશોરભાઇ અગ્રાવત ઉ.વ. ૩૦ ધંધો- કાપડનો વેપાર રહે.હાલ- નાણાવટી ચોક, ઓસ્કાર રેસીડેન્સી ભાડાના મકાનમાં, ૧૫૦ રીંગરોડ, રાજકોટ મુળ રહે.- પ્રભુનગર મેઇન શેરી, મીતાણા તા.ટંકારા જી.મોરબી વાળો
કલ્પેશ દિલસુખભાઇ અગ્રાવત ઉ.વ.૩૮ ધંધો- મજુરી રહે. આશોપાલવ સોસાયટી, હડાળા પાટીયા, મોરબી રોડ, રાજકોટ ભાડાના મકાનમાં મુળ રહે. જીલરીયા તા.પડધરી જી.રાજકોટ વાળો

કબ્જે કરેલ મુદ્દામાલમાં
રોકડ રૂપીયા- ૩,૦૬,૦૦૦/-
મોબાઇલ ફોન નંગ- ૭ કિ.રૂ. ૩૫,૦૦૦/-
એક સ્વીફ્ટ કાર કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મુદામાલ સાથે મળી કુલ રૂ. ૫,૪૧,૦૦૦/-

મોડસ ઓપરેન્ડી :-
આ કામમાં પકડાયેલ સ્ત્રી આરોપીએ ફેસબુક આઇ.ડી. ધારણ કરી ફેસબુકમાં મેસેન્જરમાં વાતચીત કરી, ફ્રેનડશીપ કરી તેની અંગત વિગતો જાણી મળવા બોલાવી તેની સાથેના અન્ય સાગરીતોને તેના પતિ તથા ભાઇની ઓળખ આપી સાથે રાખી બળજબરી પુર્વક પૈસા કઢાવવા તથા લુંટ કરવાની ટેવ ધરાવે છે.

ગુનાહિત ઇતિહાસ :-
માધવી ઉર્ફે માહી ભાલચંદ્ર ભટ્ટી રહે. રાજકોટ સોમનાથ સોસાયટી
(૧) રાજકોટ શહેર ગાંધીગ્રામ -૨ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફ./૦૦૫૪/૨૦૧૬ આઇ.પી.સી.ક.૩૮૬, ૩૮૯, ૩૪૨, ૩૨૩, ૧૨૦(બી) મુજબ
(૨) રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફ./૧૦૮/૨૦૧૬ આઇ.પી.સી.ક.૩૮૬, ૩૮૯, ૩૪૨,૩૨૩, ૧૨૦(બી) ,૫૦૪ મુજબ
જીતુદાન બાળીદાન જેસાણી રહે. સંતકબીર રોડ સ્વસ્તીક સોસાયટી રાજકોટ
(૧) રાજકોટ શહેર પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૮૦૪૪૨૧૧૬૨૫ આઇ.પી.સી.ક.૧૮૮
(૨) રાજકોટ શહેર ગાંધીગ્રામ -૨ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૮૦૦૩૨૦૦૯૧ જી.પી.એકટ ૧૩૫
(૩) રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૮૨૨૦૦૫૮ આઇ.પી.સી.ક. ૧૨૦(બી), ૧૭૦, ૩૨૩, ૩૬૫, ૩૮૪ વીગેરે
અજય કિશોરભાઇ અગ્રાવત રહે. રાજકોટ હુડકો ચોકીના બ્રિજ પાસે વેલનાથ સોસાયટી કોઠારીયા રોડ
(૧) રાજકોટ શહેર તાલુકા પોલીસ સટેશન ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૩૨૧૧૩૩૯ આઇ.પી.સી.ક. ૧૮૮ મુજબ

કામગીરી કરનાર ટીમ :-
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ.  એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. એસ.જે. રાણા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમિતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, રૂપકભાઇ બોહરા તથા પો.કોન્સ. રહીમભાઈ દલ, પ્રહલાદસિંહ રાઠોડ, દિવ્યેશભાઇ સુવા, પ્રણયભાઈ સાવરીયા, મેહુલભાઇ સોનરાજ, ઘનશ્યામસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા, નૈમિશભાઇ મહેતા તથા અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, અનીરૂધ્ધસિંહ જાડેજા, સાહિલભાઇ ખોખર તથા ગોંડલ તાલુકા પો.સ્ટે.ના મહિલા પો.કોન્સ. કૈલાશબેન કટેશીયા સહિત નાં આ કામગિરી જોડાયેલા હતા.

 

error: Content is protected !!