Gondal-Rajkot-ગોંડલ શહેર તેમજ તાલુકાની સરકારી પડતર જમીન સાથણીમાં ફાળવવા મહેસુલ વિભાગ સહિતનાને રજૂઆત કરતા કરશન ભાઈ મકવાણા.

ગોંડલ શહેર તેમજ તાલુકામાં રહેતા એ.સી.એસ.ટી.અને ઓ.બી.સી. પરિવારના ખેત વિહોણાને ગુજરાન ચલાવવા માટે સરકારશ્રીના ૧૯૮૯ ના ઠરાવ મુજબલોકજનશકિત પાર્ટી ના ગોંડલ શહેર મંત્રીકરશનભાઈ મકવાણાએ સરકારી ખરાબાની પડતર જમીન સાથણીમાં ફાળવવા રજૂઆત બાદમાં ખેત વિહોણા પરિવારના વર્ષ ૧૬/૧૭ માં પાંચ હજાર થી પણ વધુ ફોર્મ ભરી માંગણી કરેલ હતી પરંતુ આજ દિવસ સુધી જાહેર નામુ બહાર પાડવામાં ન આવતાં આગામી વિધાનસભાની ચૂંટણી સમયે આત્‍મવિલોપન કરવા લેખીત પત્ર હુકમ આપવા રજૂઆતમાં માંગ કરવામાં આવી છે

કરશનભાઈ મકવાણાએ મહેસુલ વિભાગ સહિતનાને રજુઆત કરી જણાવ્‍યું છે કે શહેર તેમજ તાલુકામાં વસવાટ કરતાં એસ.સી.એસ.ટી.તેમજ ઓ.બી.સી જાતિના અરજદારોએ ખેતી હેતુ માટે સરકારી ખરાબાની જમીન મેળવવા માટે ફોર્મ વર્ષ ૨૦૧૬/૧૭ માં નાયબ કલેક્‍ટરશ્રીની કચેરીમાં અરજી નમુના સાથે ભરી માંગ કરવામાં આવી હતી જે અન્‍યવે રાજકોટ કલેક્‍ટરએ શેરાપત્ર નં.જમન-૧-વશી -૩૮૬ તા. ૧૧-૦૨-૨૦૧૯થી જણાવ્‍યું હતું કે સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઈ મુજબ સરકારી ખરાબાની જમીનની પસંદગી કરી સાથણી અંગેનુ જાહેરનામું નાયબ કલેકટર શ્રી દ્વારા બહાર પાડવામાં આવે છે ત્‍યારબાદ નિયત નમૂના અરજી ફોર્મમાં અરજી કર્યેથી અરજી ની ચકાસણી બાદ જમીન મેળવવા પાત્રતા ધરાવનાર વ્‍યક્‍તિનેસાથણીમાં જમીન ફાળવવામાં આવે છે જેથી સાથણીમાં જમીન મેળવવા ઈચ્‍છનાર વ્‍યક્‍તિઓએ સાથણી અંગેનુ જાહેરનામુ બહાર પડયે અરજી કરવાની રહે છે તેવો જવાબ પત્રᅠ દ્વારા આવતાં કરશનભાઇ મકવાણાએ જણાવ્‍યું કે નિયત.નમૂના અરજી ફોર્મ વર્ષ ૨૦૧૬/૧૭માં નાયબ કલેક્‍ટર કચેરીમાં રજુ થયા છે તેમનું જાહેર નામુ બહાર પાડી પાત્રતા ધરાવનાર વ્‍યક્‍તિઓને સાથણીમાં જમીન ફાળવવા અંગેની માંગ કરી છે.

error: Content is protected !!