Gondal-Rajkot-ગોંડલ નગર પાલિકાના પ્રમુખ તરીકે ખૂશ્બૂબેન ભુવાને જવાબદારી સોંપવા મા આવી.

ગોંડલ તાજેતર માં પૂર્વ પ્રમુખ શીતલબેન કોટડીયાએ 12 એપ્રિલના રોજ રાજીનામુ આપતા નગરપાલિકા નું પ્રમુખ પદ ખાલી થયું હતું ત્યારે જીલ્લા કલેક્ટર દ્વારા નવા કાર્યકારી પ્રમુખ તરીકે વોર્ડ નં 8 ના સદસ્ય તરીકે ચૂંટાયેલ અને અજમેરા લો કોલેજ ગોંડલ ના ચેરમેન એવા ખુશ્બુબેન ભુવા ને ગોંડલ નગરપાલિકા ના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી

એજ્યુકેશન ક્ષેત્રે જેમનો સિંહફાળો છે તેવી અત્રે ની એશિયાટિક કોલેજ ના ફાઉન્ડર શ્રી ગોપાલભાઈ ભુવા ના ધર્મપત્ની ખુશ્બુબેને બી.એસસી. કેમિસ્ટ્રી નો અભ્યાસ કરેલ છે સાથે સાથે તેઓ એશિયાટિક કોલેજ માં ટ્રસ્ટી તરીકે પણ હરહમેશ અગ્રેસર રહે છે ગોપાલભાઈ ભુવા નો છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ના સક્રિય આગેવાન તરીકે તેમનો સિંહ ફાળો રહ્યો છે તેમની આગવી સુજ બુજ અને દીર્ઘદ્રષ્ટિથી તેમની સંસ્થા નું પત્ની
ખૂશ્બૂબેન ભુવાની વરણી થતા પાલિકા માં આગવી સુજબુજ સાથે કર્યો કરશે

આજે ગોંડલ નગર પાલિકા ખાતે કાર્યકારી પ્રમુખ તરીકે ખુશ્બુબેન ભુવા ની નિમણૂક કરતા ગોંડલ શહેર ભાજપ ના સભ્યો, પાલિકાના સતાધીસો, સાધિકારીઓ તથા શુભેચ્છકો એ દ્વારા હારતોરા કરી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ આપી હતી.

error: Content is protected !!