Gondal-Rajkot-ગોંડલમાં સવારે હિટ એન્ડ રન: બે બાઈકને ઉડાવી એન્ડવરકાર દુકાનમાં ઘૂસી: વૃદ્ધનું ઘટના સ્થળે મોત: અકસ્માત ની ઘટના સી.સી.ટીવી ફૂટેજ માં કેદ.

Loading

ગોંડલના વિક્રમસિંહજી રોડ પર આજે સવારના બેકાબુ બનેલી એન્ડવરકાર બે બાઈકને ઉડાવી દુકાનમાં ઘૂસી જવા પામી હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં ઈકબાલભાઈ ઈસ્માલભાઈ મુકાતી ઉ.વ.૭૦ નામના વૃદ્ધનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.

આ અકસ્માતની ઘટના બાદ એન્ડવરકારનો ચાલક કાર મુકી ફરાર થઈ જવા પામેલ હતો. આ બનાવની જાણ થતાની સાથે જ શહેર પોલીસના કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

અકસ્માતની આ ઘટના અંગે મળતી સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે ગોંડલના વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ પર આજે સવારના ૯ કલાકે એન્ડવરકાર બે બાઈકોને ઉડાવી દુકાનમાં ઘુસી જતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાઈ જવા પામેલ હતો. આ ઘટનામાં ઈકબાલભાઈ ઈસ્માલભાઈ મુકાતી ઉ.વ.૭૦ નામના વૃદ્ધ કારની હડફેટે ચડી જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજેલ હતું.

આ ઘટના ઘટતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. દરમ્યાન આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી આ કારના માલિકની શોધખોળ શરુ કરી છે. તેમજ આ ઘટનામાં મળનાર ઈકબાલભાઈ ઈસ્માલભાઈ મુકાતીના મૃતદેહને પીએમ માટે સ્થાનિક સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ હતો. આ બનાવની વિશેષ તપાસ પોલીસ અધિકારીઓ ચલાવી રહ્યા છે.

ગોંડલના વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ પર આજે સવારના નવ વાગ્યે હીટ એન્ડ રનની ઘટના ઘટી હતી જેમાં એન્ડવરકાર બે બાઈકને ઉડાવી દુકાનમાં ઘુસી જતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થવા પામેલ હતું

error: Content is protected !!