Gondal-Rajkot-ગોંડલ બાલાશ્રમ ની દિકરીઓએ પવિત્ર રમજાન માસમા નાના નાના ભુલકાઓને આપી રંગબેરંગી ખુરશીઓ ની ભેટ.

125 વર્ષ જુના ગોંડલ ના શ્રી ભગવતસિંહજી બાલાશ્રમ-અનાથાશ્રમ માં રહેતી દીકરીઓને ગોંડલ સમસ્ત સમાજના લોકો પોતાના પરિવારની દીકરીઓ જેટલોજ પ્રેમ આદર અને સન્માન આપે છે.

ગોંડલ બાલાશ્રમ માં કોઈ દાતા તરફથી નાના બાળકોને ઉપયોગી થાય તેવી બાળકો માટેની રંગબેરંગી પ્લાસ્ટિક ની ખુરશીઓની ભેટ આપેલ હતી..ગોંડલ બાલાશ્રમ મા હાલ નાના બાળકો છે નહીં..
ગોંડલ બાલાશ્રમ ના રહેતી દીકરીઓને વિચાર આવ્યો કે આ બાળકો માટેની ખુરશીઓ જો યોગ્ય જગ્યાએ આપવામાં આવે તો તેનો સદ્દઉપયોગ થઈ શકે.


આ ઉમદા વિચાર ને બાલાશ્રમ ના સંચાલકો એ વધાવી લીધો અને ગોંડલ ના સમાજસેવી પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ને આ બાબતે સહયોગ કરવાનું કહેતા, હિતેશભાઈ દવે એ યોગ્ય તપાસ કરી ગોંડલ ની ઘોઘાવદર રોડ પર આવેલ આંગણવાડી માં આસપાસ ના વિસ્તારના 30 થી વધુ બાળકો આંગણવાડીનો લાભ લ્યે છે અને ત્યાં આ પ્લાસ્ટિકની ખુરશીઓ આપવામાં આવે તો તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે તેવું નક્કી કરવામાં આવ્યું.ગોંડલ બાલાશ્રમ ના ચેરમેન શ્રી અનિતાબેન રાજ્યગુરુ,પ્રફુલભાઈ રાજ્યગુરુ,અને ગૃહપતિ કુમારભાઈ જાડેજા સાથે હિતેશભાઈ દવે અને બાલાશ્રમ ની દીકરીઓ પ્લાસ્ટિક ની 18 નંગ જેટલી રંગબેરંગી ખુરશીઓ ઘોઘાવદર રોડ પર આવેલ આંગણવાડીમાં આપવામાં આવી હતી.આંગણવાડીના ભૂલકાઓના વાલીઓ પણ આ તકે ઉપસ્થિત હતા.નાના નાના બાળકોને મળેલ સરસ મજાની રંગબેરંગી પ્લાસ્ટિકની ખુરશીઓ ની ભેટ થી તેઓ પણ રાજી થયા હતા અને જણાવ્યું હતું કે પવિત્ર રમજાન માસ ના તહેવાર પર ગોંડલ બાલાશ્રમ ની દીકરીઓ અને સંચાલકો દ્વારા આ બાળકોને મળેલ સુંદર ભેટ એક ઉમદા સમજદારી અને સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના ને મજબૂત કરનાર બની રહેશે.આ તકે પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે તરફથી આંગણવાડીના બાળકોને શુદ્ધ દેશી ઘી ની કાજુ બદામ યુક્ત સુખડી નું વિતરણ કરવામાં આવેલ.ગોંડલ બાલાશ્રમ ની દીકરીઓ અને સંચાલકો સાથે પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા બાળકોને મળેલ ભેટ બદલ આંગણવાડી ના સંચાલકો અને વાલીઓએ આભાર અને ખુશી વ્યક્ત કરેલ હતી.

error: Content is protected !!