Virpur-Rajkot-વિરપુર પાસે દારૂ-બિયરના જથ્થા સહિત ર.૦૭ લાખના મુદ્દામાલ સાથે બે ને એલસીબીએ ઝડપી લીધા : બેની શોધખોળ.
વિરપુર પાસે રૂરલ ક્રાઇમ બ્રાંચે કારને આંતરી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. બુટલેગરોએ નવો કિમીયો અપનાવી કારના બોનેટમાં નંબર પ્લેટ પાછળ ચોરખાનુ બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો હતો પણ પોલીસના ચકોર નજરમાંથી છટકી શકયા ન હતા.
જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરાવવા રેઇડો કરવા સુચના આપેલ હોય એલ.સી.બી.ના પો.ઇન્સ. અજયસિંહ આર. ગોહિલ તથા પો. સબ. ઇન્સ. એસ.જે. રાણા સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. નીલેશભાઇ ડાંગર, અનીલભાઇ ગુજરાતી તથા પો. કોન્સ. દિવ્યેશભાઇ સુવા ને મળેલ સંયુકત ખાનગી હકિકત આધારે વીરપુર ટોલટેક્ષ પાસ સ્કોડા કારને આંતરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરના જથ્થા હિતેષ વિનોદભાઇ ટીલાળા રહે. હાલ મોરબી મળ નાની પરબડી મેઇન બજાર તા. ધોરાજી તથા જયદિપભાઇ જીતેન્દ્રભાઇ જેઠવા રહે. મુ. પેઢલા તા. જેતપુર ને ઝડપી લીધા હતા જયારે નવનીત ઉર્ફે લાલો જમનભાઇ શીંગાળા રહે. હાલ જેતપુર મુળ ગામ મોટા ગુંદાળા તા. જેતપુર તથા કમલેશ રહે. ડુંગરાવાડી મધ્યપ્રદેશના નામો ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-પ૭ કિ. રૂા. ૪૮,૪પ૦/- તથા બીયર ટીન નંગ-૪૮ કિ. રૂા. ૪૮૦૦/- બે મોબાઇલ ફોન કિ. રૂા. ૪૦૦૦૦ તથા સ્કોડા ફેબીયા ગાડી નં. જી.જે. ૦૬ ડી.જી. ૭૭૪૪ કી. રૂા. ૧,પ૦,૦૦૦/- મળી કુલ કિ. રૂા. ર,૦૭,રપ૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યા હતો.
આ કાર્યવાહીમાં એલ.સી.બી.માં એલસીબીનાં એ.એસ.આઇ. મહેશભાઇ જાની, શકિતસિંહ જાડેજા, પો. કોન્સ. દિવ્યેશભાઇ સુવા તથા પો. કોન્સ. કૌશીકભાઇ જોશી રોકાયા હતા.