Gondal-Rajkot-ગોંડલમાં છરીની અણીએ બે શખ્સોનું પાડોશી સગીરા પર દુષ્કર્મ-ધાકધમકી આપી અનેકવાર કુકર્મ આચર્યાની ફરિયાદ: મોબાઇલ રેકોર્ડીંગ કબ્જે: આરોપીઓને દબોચી લેવા પોલીસ તપાસ.
ગોંડલના ભગવતપરા માં રહેતી સગીરાને પાડોશમાં જ રહેતા બે શખ્સોએ છરી બતાવી અનેકવાર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભગવતપરામાં રહેતી સગીરાને પાડોશમાં જ રહેતા નાઝીર સમીરભાઇ શાહમદાર (ઉંમર વર્ષ 35) તેમજ સમીર નામના શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છેલ્લા સાત આઠ માસ દરમિયાન અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.
જે અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકમાં સગીરાની માતાએ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 376, 506, 2 114 પોકશો તેમજ જી પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ સંગાડા એ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત બંને શખ્સો સગીરાને મોબાઈલ ઉપર અનેકવાર ધાક ધમકી આપતા હતા અને કહેતા હતા કે તારા લગ્ન થઈ જાય પછી પણ અમે તને જ્યારે કહીએ ત્યારે તારે અમારી સાથે આવવું જ પડશે પોલીસે મોબાઇલ રેકોર્ડિંગ કબજે લઇ ઉપરોક્ત બંને શખ્સોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.