Shapar-Veraval-Rajkot-શાપર વેરાવળના કારખાનાની ઓરડીમાંથી ૮૯ હજારના ગાંજા સાથે ઓડીસાના બે શખ્સો પકડાયા.
ગોંડલના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.સંગાડા તથા શાપર પોલીસ મથકના પીએસઆઇ કે.એ.ગોહિલની ટીમનો દરોડો : કુમારમણીનાગ અને મહેન્દ્રસુનાની ધરપકડ : ગણેશ બીભારની શોધ : ૮ કિલો ગાંજો કબ્જે
શાપર-વેરાવળમાં એસ.આઇ.ડી.સી. રોડ પર ઇન્ટેક ફોર્જની સામે હિરેન પોલીમર્સ નામના કારખાનાની ઓરડીમાં શાપર-વેરાવળ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૮૯,૩૫૦ની કિંમતના ૮ કિલો ૯૩૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઓડિસ્સાના બે શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં એસ.આઇ.ડી.સી. રોડ પર ઇન્ટેક ફોર્જની સામે આવેલા એક કારખાનામાં ગાંજાનો જથ્થો હોવાની શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. યોગીરાજસિંહ જાડેજા તથા દુષ્યંતસિંહ રાણાને બાતમી મળતા રેન્જ આઇજી શ્રી સંદિપસિંહ તથા રૂરલ એસ.પી. જયપાલસિંહ રાઠોડ તથા ગોંડલના એ.એસ.પી. પી.એ.ઝાલાની સુચનાથી ગોંડલના ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર.સંગાડા તથા શાપર પોલીસ મથકના પીએસઆઇ કે.એ.ગોહિલ, હેડ કોન્સ. વિરભદ્રસિંહ, વિરેન્દ્રસિંહ, બ્રીજરાજસિંહ, દિલીપભાઇ કલોતરા, કોન્સ. દુષ્યંતસિંહ રાણા તથા યોગીરાજસિંહ જાડેજા સહિતે મેહીરેન પોલીમર્સ નામના કારખાનાની ઓરડીમાં દરોડો પાડી રૂા. ૮૯૩૫૦ની કિંમતના ૮ કિલો ૯૩૫ ગ્રામ ગાંજા સાથે એડીસ્સા, કાલાહાંડીના ખોછાડેંગન ગામ હાલ શાપર વેરાવળના હિરેન પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહેતા કુમારમણીનાગ રબીનાગ (ઉ.વ.૩૩) અને મહેન્દ્ર સુના સુભાષ સુના (ઉ.૩૨)ને પકડી લઇ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે ગણેશબીમાર કલેન્દ્રીબીમારની શોધખોળ હાથ ધરી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પોલીસે બંનેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
શાપર-વેરાવળ:-સુનિલ પુરોહિત દ્વારા