Gondal-Rajkot‘તુ ડી સ્‍ટાફમાં છો, મેં તને હપ્‍તાઓ આપેલા તેના પુરાવા છે’ કહી ગાળો આપી ધર્મેશ જલુએ હેડ કોન્‍સ્‍ટેબલને ધમકી દીધી તેવો ઓડીયો  સોશિયલ મીડિયા માં પણ વાઇરલ થયો છે.

Loading

ગોંડલમા બનાવઃ મારામારી અને ધમકીના ગુન્‍હામાં ધર્મેશને પકડવા જતા ડખ્‍ખો કર્યોઃ ફરજમાં રૂકાવટનો ગુન્‍હો
 ગોંડલ પોલીસ મથકમાં નોંધાયેલા મારામારી અને ધમકીના ગુન્‍હામાં સામેલ આરોપીને પોલીસ પકડવા માટે જતા આરોપી હાજર ન હોઇ તેને ફોન કરતા તેણે હેડ કોન્‍સ્‍ટેબલને ફોનમાં ગાળો આપે તેવો ઓડીયો વાઇરલ થયો. રાજય સેવકની ફરજમાં રૂકાવટ કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્‍સ જયદિપસિંહ ચૌહાણે ગોંડલ સીટી પોલીસ મથકમાં ગીતાનગરમાં રહેતા ધર્મેશ જગદીશભાઇ જલુ સામે ફરજમાં રૂકાવટની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ સીટી પોલીસ મથકમાં ગોંડલ રહેતા નરેન્‍દ્રભાઇ ઉર્ફે બાલી તુલીસભાઇ વ્‍યાસે ધમો આહીર, લીસીયા મુસ્‍લીમ, અપુડો મુસલમાન (રહે. ગોંડલ) વિરૂધ્‍ધ મારામારી તથા ધમકીની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.
આ પ્રકરણમાં પોલીસે લીસીયો દોદેજીત્રાને  પકડી લીધો હતો બે આરોપીઓ પકડવાના બાકી હોઇ તેથી ગઇકાલે ગોંડલ સીટી પોલીસ મથકના પી.આઇ.એમ.આર. સંગાડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ વિશાલભાઇ તથા સર્વેલન્‍સ સ્‍ટાફ બાકી રહેલા આરોપીઓને પકડવા માટે આરોપી ધર્મેશ જલુના ઘરે જતા ત્‍યાં ધર્મેશ હાજર ન હોઇ તેથી તેની માતા અને ભાઇએ ધર્મેશ વિશે પુછપછર કરતા જે બાબત ધર્મેશને સારૂ ન લાગતા તેણે તા.૧૪ ના રોજ પોતાના મોબાઇલમાંથી ફોન કરી ગાળો આપી કહેલ કે તુ ડી સ્‍ટાફમાં છો અને મેં તને હપ્‍તાઓ આપેલ છે જે તમામ પુરાવાઓ મારી પાસે છે. હુ કોનો માણસ છું તેની તને ખબર છે તુ કયાં કયાંથી પૈસા લો છો તે તમામ મને ખબર છે. વગેરે અભદ્ર ભાષામાં ગર્ભીત ધમકીઓ આપી હતી તેવો ઓડીયો સોશિયલ મીડિયા માં વાઇરલ થતા શહેર ભર માં ચર્ચા નો વિષય બનવા પામ્યો છે જે અંગે પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી આ અંગે પોલીસ ધર્મેન્‍દ્ર જલુ સામે ફરજમાં રૂકાવટનો ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
error: Content is protected !!