Gondal-Rajkot-ગોંડલ તાલુકાના વાસાવડમાંથી બોગસ ડોક્ટર ઝબ્બે:એસ.ઓ.જી એ દવા સહિત રૂ.૧૦.૧૩૧નો મુદ્દામાલ કબ્જે કર્યો.
પોલીસ અધિક્ષક જયપાલસિહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવ્રુતિઓ ઉપર વોચ રાખી અને આવી ગેરકાયદેસર પ્રવ્રુતિઓ સદંતર બંધ કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચના માણસો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ને બાતમી આધારે હકીકત મળેલ કે વાસાવડ ગામે મોચીની પેઢી વિસ્તાર માં રમેશભાઇ મગનભાઇ માળવી રહે વાસાવડ તા.ગોંડલ વાળાઓ કોઇપણ જાત ની મેડીકલ ડીગ્રી ન ધરાવતો હોવા છતા પોતાની ડોક્ટર તરીકે ની ઓળખ આપી અને ક્લીનીક ચલાવે છે.અને હાલે તેની પ્રેક્ટીસ ચાલુ હોવાની ચોકકસ હકીકત આધારે રેઇડ કરી મજકુર ઇસમને મેડીકલ પ્રેક્ટીસ ને લગતા સામાન સાથે પકડી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી તરીકે રમેશભાઇ મગનભાઇ માળવી જાતે કુંભાર ઉ.વ.-૩૨ ધંધો- મેડીકલ પ્રેક્ટીસ રહે વાસાવડ તા.ગોંડલ જી.રાજકોટ કબ્જે કરેલ મુદા્માલમાં જુદા-જુદા રોગોની દવાની ટીકડીઓ,તથા ગ્લુકોઝ ના બાટલા તથા સીરીજ,નીડલ તથા ઇન્જેક્શન તથા સ્ટેથોસ્કોપ વિગેરે મેડીકલ પ્રેક્ટીસ ને લગતો સામાન જેની કુલ કિ.રૂ. ૧૦,૧૩૧/-આ સફળતા પૂર્વકકામગીરી કરનાર અધિકારી/કર્મચારી ઓ માં એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા તથા પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ સહિત નાં ઓએ સફળતા પૂર્વક કામગીરી કરી હતી.
235 thoughts on “Gondal-Rajkot-ગોંડલ તાલુકાના વાસાવડમાંથી બોગસ ડોક્ટર ઝબ્બે:એસ.ઓ.જી એ દવા સહિત રૂ.૧૦.૧૩૧નો મુદ્દામાલ કબ્જે કર્યો.”
Comments are closed.