Gondal-Rajkot-રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલ તાલુકા વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર ફાયર આર્મસ ( દેશી બનાવટની પીસ્ટલ ) હથીયાર સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ ગેરકાયદેસર હથીયારો પકડી પાડવા સુચના આપેલ હોય જે અંગે આજરોજ પો.ઈન્સ.એ.આર.ગોહિલ ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો . હેડકોન્સ . મહિપાલસિંહ જાડેજા , અનીલભાઇ ગુજરાતી તથા પો . કોન્સ . પ્રહલાદસિંહ રાઠોડ નાઓને મળેલ સંયુકત હકિકત આધારે , જયપાલસિંહ દિગુભા જાડેજા જાતે- દરબાર ઉ.વ. ૩૧ રહે- હડમળીયા ગામ તા . ગોંડલ વાળાને ગે.કા લાઇસન્સ વગર પોતાના કબ્જામા એક દેશી બનાવટ ની પીસ્ટલ કિ.રૂ. ૧૦,૦૦૦ / – તથા ચાર કાર્ટીસ કિ.રૂ. ૪૦૦ / – મળી કુલ રૂ . ૧૦,૪૦૦ / – નો મુદામાલ રાખી મળી આવતા હસ્તગત કરેલ છે .
તેમજ આ હથીયાર વિશાલ બહાદુર કેવટ રહે- કરામતપુરા ( અભાલી ) તા . ઠીકરી જી.બડવાની ( મધ્યપ્રદેશ ) વાળાએ આપેલની કબુલાત આપેલ છે . હસ્તગત કરેલ આરોપી જયપાલસિંહ દિગુભા જાડેજા જાતે- દરબાર ઉ.વ. ૩૧ રહે- હડમળીયા ગામ તા . ગોંડલ પકડવાનો બાકી આરોપી વિશાલ બહાદુર કેવટ રહે- કરામતપુરા ( અભાલી ) તા . ઠીકરી જી.બડવાની ( મધ્યપ્રદેશ ) કબજે કરેલ મુદામાલ ( ૧ ) એક દેશી બનાવટ ની પીસ્ટલ કિ.રૂ. ૧૦,૦૦૦ / ( ૨ ) ચાર કાર્ટીશ કિ.રૂ. ૪૦૦ / કામગીરી કરનાર ટીમ • એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.આર. ગાહિલ , પો.સબ.ઇન્સ. એસ.જે.રાણા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની , પો.હેડ.કોન્સ . મહિપાલસિંહ જાડેજા , અનિલભાઇ ગુજરાતી , તથા પો . કોન્સ . પ્રહલાદસિંહ રાઠોડ , રૂપકભાઇ બોહરા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વીરડા , તથા ડ્રા.પો.કોન્સ . નરેન્દ્રભાઇ દવે , સાહિલભાઇ ખોખર , સહિત ના ઓએ સફળતા પૂર્વક કામગીરી કરવામાં આવી હતી.