Junagadh-Kankai-કનકાઈ મંદિરે ભવ્ય ચૈત્રી નવરાત્રી અને રામ નવમી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી પૂર્વક યોજાયો.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં આવેલ પૌરાણિક અને ખૂબ જ પ્રાચીન કનકેશ્વરી માતાજી ના મંદિરે ચૈત્ર નવરાત્રી ઉત્સવ અને રામ નવમી ઉત્સવ ખૂબજ ધામધુમ પુર્વક યોજાયો હતો કનકેશ્વરી માતાજી 84 કુળ ના કુળદેવી તરીકે પૂજાય છે દેશ અને વિદેશમાંથી માય ભક્તો અહીં ખૂબ જ શ્રદ્ધાથી દર્શને આવે છે લોકવાયકા પ્રમાણે આ મંદિર પાંડવો કાલીન હોય તેવું જાણવા મળે છે જ્યારે પાંડવો વનવિચરણ માં હતા ત્યારે પાંડવો દ્વારા આ મંદિર ઉપર હવન હવન કર્યો હતો તેવું લોકવાયકા પ્રમાણે જાણવા મળે છે
આ મંદિર ગીર વિસ્તારમાં આવેલું હોવાથી ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્ય અહીં જોવા મળે છે મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી અને રામ નવમીની ઉજવણી ખૂબજ ધામધુમ પુર્વક કરવામાં આવે છે પહેલા નોરતાના દિવસે સ્થાપન કરવામાં આવે છે અષ્ટમીના દિવસે હવન કરવામાં આવે છે
રામ નવમીની પણ ઉજવણી ખુબજ ધામધુમ પુર્વક કરવામાં આવે છે શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર ભાઈ જાની દ્વારા જણાવવામાં આયુ છે કે છેલ્લાં ૩૨ વર્ષથી ગોપનાથ મહાદેવ મંદિરના ગાદીપતિ પરમ પૂજ્ય સંત શ્રી સીતારામબાપુ દ્વારા ખૂબજ ધામધુમ પુર્વક રામ નવમી ની ઉજવણી કરવામાં આવે છે હવન અષ્ટમી ના મુખ્ય મનોરથી તરીકે અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર હતો
આ પરિવાર દ્વારા આ મંદિરની અંદર ૭૭ હવનનો પૂરા કરવામાં આવ્યા છે અષ્ટમીના દિવસે આશરે 20,000 જેટલા માય ભક્તોએ માતાજીના દર્શન તથા ભોજનનો લાભ લીધેલ હતો આ તકે ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર ભાઈ જાની મેનેજર દેવાંગભાઈ ઓઝા રાજુભાઈ મહેતા ઉદયભાઇ મહેતા અતુલભાઇ ગાંધી સંદીપભાઈ કાણકિયા ભગવાનજીભાઈ પંપાણિયા રમેશભાઈ પાનેરા પૂજારી શ્રી હરિ ભાઈ જાની તથા હજારોની સંખ્યામાં માઇ ભકતો ઉપસ્થિત રહ્યા હતા.