Jasdan-Rajkot-જસદણ પો.સ્ટેના મારામારીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાશતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
પોલસ મહાનિરીક્ષક ક્રાઇમ-૧ સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા નાસ્તા-ફરતા આરોપીઅઓ પકડવા માટેની તા.૧૬/૦૩/૨૦૨૨ થી ૧૫/૦૪/૨૦૨૨ સુધીની ડ્રાઇવ આપવામાં આવેલ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંધ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓ દ્વ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ-અલગ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચનો સ્ટાફ રાજકોટ જીલ્લામાં ગુન્હાના કામે નાસ્તા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેશભાઈ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે રાજકોટ ગ્રામ્યના જસદણ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૧૩૦૨૧૨૦૦૪૮૮/૨૦૨૧ આઇ.પી.સી.કલમ. ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ ના કામે નાસ્તો ફરતો આરોપી ખેંગારભાઇ સગ્રામભાઇ મંદુરીયા જાતે દે.પુ. ઉ.વ.-૫૫ ધંધો-મજુરી રહે કસવાળી તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળો વિંછીયા પો.સ્ટેના ઓરી ગામે દંગા પડાવ નાખીને રહેતો હોવાની હકિકત આધારે આરોપી ને પકડી હસ્તગત કરી આગળ ની ધટતી કાર્યવાહી કરવા વિંછીયા પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.પકડાયેલ આરોપીમાં ખેંગારભાઇ સગ્રામભાઇ મંદુરીયા જાતે દે.પુ. ઉ.વ.-૫૫ ધંધો-મજુરી
રહે કસવાળી તા.સાયલા જી.સુરેન્દ્રનગર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા તથા પો.હેઙ.કોન્સ જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેશભાઈ અગ્રાવત પો.કોન્સ રણજીતભાઇ ધાધલ સાહિતનાઓએ કામગીરી કરી હતી.