Gondal-Rajkot-ગોંડલમાં મોબાઇલ આઇડીથી આઇપીએલના મેચ ઉપર સટ્ટો રમાડતો કરણ કોટડીયા ઝડપાયો.
ગોંડલના જ ત્રણ શખ્સોને રમવા માટે આઇડી આપ્યાનું ખુલ્યું: બે મોબાઇલ, રોકડ રકમ મળી એલસીબીએ ૩૪૦૦૦નો મુદામાલ જપ્ત કર્યો
ગોંડલના બસ સ્ટેશન રોડ વિક્રમસિંહજી કોમ્પલેક્ષની લોબીમાં મોબાઇલ આઇડી મારફત આઇપીએલની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતો કરણ જગદીશ કોટડીયા (રહે. ખોડીયાર નગર, ગોંડલ)ને રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.
પકડાયેલા કરણ પાસેથી બે મોબાઇલ ફોન અને રૂ.૬૦૦ રોકડા મળી રૂ.૩૫૬૦૦નો મુદામાલ કબ્જે કરાયો હતો. તપાસમાં ખુલ્યું હતું કે, કરણ પાસે માસ્ટર આઇડી હતી અને તેણે ચિરાગ ધીરૂ રૈયાણી (રહે. ભોજરાજપરા, ગોંડલ), અર્જુન નલીન ચાવડા (રહે. યોગીનગર, ગોંડલ) અને પ્રતિક અશોક સેખડા (રહે. કૈલાશબાગ, ગોંડલ)ને આ આઇડી રમવા આપી હતી. આરોપીઓ આઇપીએલના સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાઇન્ટસ ટીમ વચ્ચેના મેચ ઉપર જુગાર રમતા હતા. કરણની ધરપકડ કરી
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. એ.આર.ગોહિલ તથા પોત.સબ ઇન્સ. એસ.જે.રાણા તથા
એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો. હેઙ કોન્સ. મહીપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ
ગજુ રાતી તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, અમૂભાઈ વિરડા, નરેન્દ્રભાઇ દવે,
અનીરૂધ્ધવસિંહ જાડેજા,સાહિલભાઇ ખોખર એ ગોંડલ સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. અન્ય ત્રણ આરોપીની ધરપકડ માટે તજવીજ શરૂ કરાઇ છે.
362 thoughts on “Gondal-Rajkot-ગોંડલમાં મોબાઇલ આઇડીથી આઇપીએલના મેચ ઉપર સટ્ટો રમાડતો કરણ કોટડીયા ઝડપાયો.”
Comments are closed.