પાંચાળનાં ગૌરવ સમા પીપરડી ગામની કોળી સમાજની દિકરી કાજલબેન ટીંબલે બી એસ એફ ((આર્મી ) ની તાલીમ લઈ માદરે વતન આવતા ગ્રામજનો અને પાંચાળ વિકાસ બોર્ડના અગ્રણીઓએ ભવ્ય સન્માન કર્યું,

પાંચાળનાં   ગૌરવ સમા પીપરડી ગામની કોળી સમાજની દિકરી કાજલબેન ટીંબલે બી એસ એફ ((આર્મી ) ની તાલીમ લઈ માદરે વતન આવતા ગ્રામજનો અને પાંચાળ વિકાસ બોર્ડના અગ્રણીઓએ ભવ્ય સન્માન કર્યું,વિછીયા તાલુકાના પીપરડી ( આલા ખાચર ) ગામના કોળી સમાજના ગોરધનભાઈએ અથાગ મહેનત પરીશ્રમ અને ખેત મજૂરી કરી દિકરી કાજલને ભણાવી ગણાવી અને દેશદાઝની રક્ષા કરવાના સ્વપના જોયા હતા અને છ માસ પહેલા બી એસ એફ (આર્મી ) ની પરીક્ષા પાસ કરી પંજાબ ખાતે તાલીમ લઈ માદરે વતન પીપરડી આવતા પરીવારજનો અને ગ્રામજનોમા ખુશી અને આનંદની લાગણી જોવા મળી હતી

 

આ તકે પાંચાળ સર્વ જ્ઞાતિના અગ્રણીઓ પૈકી બ્રહ્મેશ્વર ગૌશાળાના પ્રમુખ અભેસંગ ભાઈ ગોહિલ વિછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી પૂર્વ આર ડી સી બેંક મેનેજર અને પાંચાળ વિકાસ બોર્ડના પ્રવક્તા જે પી વિરજા સાહેબ પીપરડી ગામના લોકસેવક લાલભા ગઢવી તાલુકા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઇ જાદવ ચમનભાઇ કાગડીયા વગેરેએ કાજલબેન ના ઘેર રૂબરૂ જઈ કાજલબેનને શાલ ઓઢાડી ભારત માતાની છબી અર્પણ કરી સન્માનીત કરી અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમમાં પરિવારજનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

error: Content is protected !!