Dhoraji-Rajkot-પ્રેમીકાને પામવા તેના ૪ વર્ષના બાળકનું પ્રેમીએ અપહરણ કર્યું: દિનેશ રાઠોડને ગણતરીના કલાકોમાં જ દબોચી લેવાયો.
અપર્હત બાળકની માતાને આરોપી દિનેશ એકતરફી પ્રેમ કરતો હોય તેને પામવા બાળકનું અપહરણ કર્યું હતુઃ ધોરાજીનાસુપેડીના બાળકનું અપહરણ કરનારને રૂરલ એલ.સી.બી.ના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા એસ.ઓ.જી.ના પી.આઇ. સંજયસિંહ જાડેજાની ટીમે બે કલાકમાં જ દબોચી લઇ બાળકને મુકત કરાયો
ધોરાજીના સુપેડી પાસે રાત્રીના ચાર વર્ષના બાળકનું અપહરણ કરનાર શખ્સને ગણતરીના કલાકમાં રૂરલ એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લીધો હતો. એકતરફી પ્રેમમાં પાગલ આરોપીએ પ્રેમીકાને પામવા તેના ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યાનું ખુલ્યું છે.
ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદીᅠ સુમીબેન કાજુભાઇ નાહરુભાઇ મેહડા જાતે.ભીલ આદીવાસી ઉ.વ.૨૫ ધંધો.ઘરકામ તથા ખેતીકામ રહે.મોટી વાવડી કીરીટભાઇ જાવીયાની વાડીએ તા.ઉપલેટા જી.રાજકોટ મુળ રહે.ભાવઠા સડક ફળીયા તા.ભાંભરા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) એ ફરિયાદ લખાવતા જણાવેલ કેᅠઆ કામેના આરોપી દીનેશ ધનીયાભાઇ રાઠોડ રહે.રાજકોટ એ ફરીયાદી તથા તેનો દીકરો તેના ભાઇના મોટરસાયકલમાં બેસી જતા હોય ત્યારે સતત પીછો કરી આ કામના ફરીયાદીનો દીકરો રસીક ઉ.વ.આશરે ૪ વર્ષ જેણે શરીરે કાળા કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તેને કાયદેસરના વાલીપણાના કબ્જામાંથી અપહરણ કરી મોટર સાયકલમાં બેસાડી લઇ અપહરણ કરી ગયો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ ડિસ્ટાફના રમેશભાઈ બોદર વિગેરે સ્ટાફ સાથે આરોપીને ઝડપી લેવા બાબતે તપાસ હાથ ધરી છે.
દરમ્યાન ચાર વર્ષના બાળકનું અપહરણની ઘટનાથી ચોંકી ઉઠેલા રૂરલ એસ.પી. બલરામ મીણાએ આરોપીને તાત્કાલીક પકડવા સુચના આપતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ, પી.એસ.આઇ એસ.જે.રાણા, રૂરલ એસ.ઓ.જી.ના પીઆઇ. સંજયસિંહ જાડેજા તથા પી.એસ.આઇ એચ.એમ.રાણાની ટીમે વચવામાં ગોઠવાઇ ગઇ હતી. એ દરમ્યાન મળત હકિકતના આધારે ગોંડલના ત્રાકુડા ગામ પાસેથી આરોપી દિનેશને અપર્હત બાળક સાથે દબોચી લેવાયો હતો. સાંજે ૭ વાગ્યા અપહરણ ઘટનાના ત્રણ કલાક બાદ જ આરોપીને અપર્હત બાળક સાથે ઝડપી લેવાયો હતો.
પોલીસ સુત્રોના જાણવ્યા મુજબ બાળકનું અપહરણ કરનાર દિનેશ રાઠોડ ફરિયાદી એટલે કે અપર્હત બાળકની માતા એકતરફી પ્રેમ કરતો હોય તેને તેને પામવા માટે તેના બાળકનું અપહરણ કર્યાનું આરોપી દિનેશએ કફીયત આપી છે. આરોપી દિનેશ વધુ પુછપરછ હાથ ધરાય છે.