Bhavnagar-વુમન્સ હેલ્થ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ પર યોજાયેલ ઇન્ટરનેશનલ વેબિનારમાં સ્પીકર તરીકે ડો.ખ્યાતિ પરીખની પસંદગી.
ભાવેણાના ખ્યાતિબેન પરીખે વુમન્સ હેલ્થ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ પર યોજાયેલ ઇન્ટરનેશનલ વેબિનારમાં સ્પીકર તરીકેની પસંદગી પામી ભાવેણાનુ નામ સમગ્ર ભારતમાં ગુજતુ કર્યુ છે . આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે રોગ મુકત ભારત અભિયાન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન દ્વારા રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા સંસ્થા અને આયુષ મંત્રાલય ભારત સરકારના સહયોગથી તા .૩ માર્ચના વુમન્સ હેલ્થ એન્ડ એન્ટપ્રિન્યોરશિપ વિષય ૫૨ ઇન્ટર નેશનેલ વેબીનારનુ આયોજન કરવામાં આવેલ ભાવનગરના ડો . ખ્યાતિબેન પરીખની સ્પીકર તરીકે પસંદગી કરવામાં આવેલ જેઓએ સમગ્ર ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરેલ . જે ભાવેણાનુ ગૌરવ કહી શકાય . ડો.ખ્યાતિ પરીખ નેચરોપેથ અને રેઇકી ગ્રાન્ટ માસ્ટર છે , જેઓ ભાવનગર , રાજકોટ અને અમદાવાદમાં નેચરોપેથી ઇન્સ્ટીયુટ ચલાવે છે .