Jetpur-જેતપુર ૧૦૮ ની સરાહનીય કામગીરી એમ્બ્યુલન્સ માં જ ડિલિવરી કરાવી આરોગ્ય સેવા કરતા કર્મયોગીઓ.
ગુજરાત સરકાર અને GVK EMRI સંસ્થા દ્વારા ચલાવામાં આવતી ૧૦૮ ઇમર્જન્સી સેવા અવારનવાર લોકો ની મદદે આવી ને ઉભી રહે છે. ગુજરાત સકરાર માતા મરણદર અને બાળ મરણદર ઘટાડવામાં ખૂબ જ પ્રયાસો કરે છે. એ જ ધ્યૈયને ધ્યાન માં રાખી જેતપુર ૧૦૮ ની ટીમ એ ખૂબ જ ઉમદા કામ કર્યુ છે.
આજે બપોર ના ૧ વાગ્યાની આસપાસ બોરડી સમઢીયાળા વાડી વિસ્તાર ના રહેવાસી અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા પુજાબેન સોલંકી ને પ્રશુતિ ની પીડા થતા ૧૦૮ માં કોલ કરેલ. નજીક ની એમ્બ્યુલન્સ તરત દર્દી સુધી જવા રવાના થયેલ. દર્દીને જેતપુર સરકારી હોસ્પિટલ લઇ જતી વખતે પૂજાબેન ને અચાનક પ્રશુતિ પીડા નો અસહય દુખાવો થતા ઇ.એમ.ટી પરમાર પિયુષભાઇ દ્વારા તપાસતાં ઇ.એમ.ટી ને માતા ની પ્રશુતિ એમ્બુલન્સ માં તાત્કાલિક કરવાની ફરજ પડી હતી ઇ.એમ.ટી પોતાની સુજબુજ થી અને ઓનલાઈન ડોક્ટર ની મદદ થી એમ્બુલન્સ માં ડીલવરી કરાવી હતી. બાદ માં પુજાબેન ને પુત્રીને જન્મ આપ્યો હતો અને વધુ સારવાર અર્થે માતા અને પુત્રીને એમ્બ્યુલન્સ ના પાયલોટ જીતુભાઈ જોષી અને ઇ.એમ.ટી પરમાર પિયુષભાઇ દ્વારા સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે હેમખેમ ખસેડાયા હતા.
228 thoughts on “Jetpur-જેતપુર ૧૦૮ ની સરાહનીય કામગીરી એમ્બ્યુલન્સ માં જ ડિલિવરી કરાવી આરોગ્ય સેવા કરતા કર્મયોગીઓ.”
Comments are closed.