Gondal-ગોંડલ નાગરિક બેંકમાં ચેરમેન પદે અશોકભાઇ પીપળીયા ફરી રીપીટ : આઠ માસની બેંક હિત માં સફળ કામગીરી બદલ ફરી સુકાની બન્યા.
ગોંડલ નાગરિક સહકારી બેંકની ચેરમેન, વાઇસ ચેરમેન તથા એમડીની પ્રથમ અઢી વર્ષની મુદત પુર્ણ થતા યોજાયેલ ચુંટણીમાં ચેરમેન પદે અશોકભાઈ પીપળીયા ફરી અઢી વર્ષ માટે રીપીટ થયા છે. એજ રીતે વાઇસ ચેરમેન પદે પ્રહલાદભાઇ પારેખ તથા એમડી પદે ડો.પ્રમોદભાઇ પટેલ પણ ફરી રીપીટ થયા હોય ચુંટણી માત્ર ફોર્માલીટી બની રહી હતી.
જયંતિભાઈ ઢોલ ના રાજીનામા બાદ અશોકભાઈ પીપળીયા નાગરિક બેંક ના ચેરમેન બન્યા હતા.ભાજપમાં પાર્ટી લાઇનના માણસ ગણાતા અને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનાં ચુસ્ત ટેકેદાર અશોકભાઈ પીપળીયા માત્ર આઠ માસના સાશનમાં કુનેહભર્યા વહીવટ દ્વારા અંદાજે બાવીસ કરોડની ડીપોઝીટ, આઠ કરોડની રિકવરી તથા જીરો ટકા એનપીએ દ્વારા સરાહનીય કામગીરી દાખવવામાં સફળ રહ્યા છે.
નવા માર્કેટ યાર્ડ ની નાગરીક બેંક ની શાખા માં સવારે ૧૧:૩૦ કલાકે ચુંટણી યોજાઇ હતી.જેમા અશોકભાઈ પીપળીયા,પ્રહલાદભાઇ પારેખ તથા ડો.પ્રમોદભાઇ પટેલ બીન હરીફ જાહેર થયા હતા.
આ વેળા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા,પ્રફુલભાઈ ટોળીયા સહીત આગેવાનો અને બેંક ડીરેકટરો હાજર રહ્યા હતા.