Gondalગોંડલ શહેર ના જેતપુર રોડ વૂદાવન નગર -૫ માંથી આઠ જુગારીઓ ને ગંજીપતાના પાના વડે તીનપત્તી નો જુગાર રમતા કુલ રોકડ રકમ રૂ. ૯૨,૬૦૦/- સહિત કુલ રૂ. ૧,૬૨,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ રૂરલ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક બલરામ મીણા નાઓએ પ્રાહેી જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ પો.ઈન્સ. એ.આર. ગોહિલ તથા પો.સબ.ઇન્સ.એસ.જે.રાણા ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ.અનીલભાઇ ગુજરાતી તથા.રૂપકભાઇ બોહરા તથા પો. કોન્સ. પ્રહલાદસીંહ રાઠોડ નાઓને મળેલ હકિકત આધારે મનોજભાઇ ઉર્ફે મયુરભાઇ ચત્રભુજભાઇ શેઠીયા રહે- ગોંડલ જેતપુર રોડ વૂદાવન નગર -૫ વાળો પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી પૈસા તથા ગંજીપતાના પાના વતી તીન પત્તી (રોન પોલીસ) નો નસીબ આધારીત હારજીત નો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતા જુગાર રમતા આઠ ઇસમોને કુલ રોકડ રકમ રૂ. ૯૨,૬૦૦/- સહિત કુલ રૂ. ૧,૬૨,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.પકડાયેલ આરોપીઓમાં
(૧ મનોજભાઇ ચત્રભુજભાઇ શેઠીયા જાતે-લોહાણા ઉ.વ.-૫૨ રહે- ગોંડલ જેતપુર રોડ વૂદાવન નગર
(૨) કીશનભાઇ ભરતભાઇ ગોહેલ જાતે-દરજી ઉ.વ.૪૦ રહે- ગોંડલ રેલ્વેસ્ટેશન પાછળ પંચવટી સોસાયટી
(૩) ભરતભાઇ રામજીભાઇ ચાવડા જાતે- સગર ઉ.વ. ૩૮ રહે-ગોંડલ ભગવતપરા નીલકંઠ રેસીડન્સી
(૪) શૈલેષભાઇ વીનોદભાઇ લોટા જાતે- સગર ઉ.વ. ૪૦ રહે- ગોંડલ ભગવતપરા દોમડીયા સોસાયટી
(૫) હસમુખભાઇ ભગવાનજીભાઇ રાવલ જાતે-બ્રાહ્મણ ઉ.વ. ૪૭ રહે- રાજકોટ માધાપર ચોકડી દ્રારીકા હાઇટ્સ
(૬) વીક્રમસીંહ મહેન્દ્રસીંહ પરમાર જાતે-દરબાર ઉ.વ.૩૮ રહે- ગોંડલ ભગવતપરા શેરી નં-૯
(૭) કમલેશભાઇ વલ્લભભાઇ પોપટ જાતે-લોહાણા ઉ.વ.૪૦ રહે- રાજકોટ ગ્રાધીગામ રૈયારોડ ગૈાતમનગર -૩
(૮) રોહીતભાઇ અશોકભાઇ વીરાણી જાતે-સગર ઉ.વ.૩૦ રહે- ગોંડલ ભગવતપરા દોમડીયા સોસાયટી
કબજે કરેલ મુદામાલમાં (૧) રોકડા રૂ. ૯૨,૬૦૦/- (૨) ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/- (૩) છ(૬) મોબાઇલ ફોન કિ.રૂ. ૭૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૬૨,૬૦૦/- નો મુદામાલ
સફળતા પૂર્વક કામગીરી કરનાર ટીમ નાં
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. એ.આર.ગોહિલ તથા પો. સબ ઇન્સ. એસ.જે.રાણા તથા એ.એસ.આઇ મહેશભાઇ જાની તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પો. કોન્સ. પ્રહલાદસીંહ રાઠોડ તતથા રૂપકભાઇ બોહરા તથા નરેન્દ્રભાઇ દવે નાઓ દ્રારા કરવામાં આવેલ છે.