Vichhiya-Rajkot-વિંછીયા પાસે ૨૦૩ બોટલ દારૂ નો જથ્થો પકડાયોઃ રૂરલ એસઓજી -એલસીબીનો દરોડો.

“સગીરની અટકાયત  મુખ્ય સુત્રધાર મોટામાત્રાના ઇશ્વર બાવળીયાની શોધખોળ”

 

 વિંછીયા પાસે રૃરલ એસઓજી તથા એલસીબીની ટીમે દરોડો પાડી ૨૦૩ બોટલ દારૃના જથ્થા સાથે એક સગીરને ઝપડી લીધો હતો. જ્યારે મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરાઇ છે.

પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા દ્વારા પ્રોહીબીશનના વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેકટર એસ. એમ. જાડેજા તથા એલ. સી. બી. પોલીસ ઇન્સ્પેકટર એ. આર. ગોહીલ ના માર્ગદર્શન હેઠળ એસઓજી બ્રાંચના માણસો વિંછીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કો. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત તથા પો.કો. રણજીતભાઇ ધાધલ ને બાતમી આધારે હકિકત મળેલ કે ઇશ્વર ભવાનભાઇ બાવળીયા રહે. મોટામાત્રા ગામ તા. વિંછીયા જી. રાજકોટ વાળાએ વિંછીયા ગામથી ઓરી ગામ તરફ જતા કાચા રસ્તા પાસેની સીમમાં આવેલ રાજૂભાઇ સવશીભાઇ બારૈયા રહે. વિંછીયા વાળાના ખેતરના સેઢા પાસે આવેલ ખરાબાની જગ્યામાં અંગ્રેજી દારૃનો જથ્થો ઉતારેલ છે અને પોતાના માણસો દ્વારા દારૃનું વેચાણ કરે એવી ચોકકસ અને ભરોસાપાત્ર હકિકત આધારે રેઇડ કરતા ઇંગ્લીશ દારૃની કુલ બોટલ નંગ ર૦૩ પકડી પાડી જસદણ પો. સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરાવ્યો હતો.

આ દારૃનો જથ્થો મંગાવનાર ઇશ્વર ભવાનભાઇ બાવળીયા રહે. મોયામાત્રા તા. વિંછીયા તથા તેના સાગરીત સગીરની શોધખોળ હાથ ધરાઇ છે. નાસી છૂટેલ મુખ્ય સુત્રધાર ઇશ્વર મોરબી અને રાજકોટના ગુન્હામાં વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યુ હતું. આ કાર્યવાહીમાં રૃરલ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ એસ.જે.રાણા, હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પો.કો પ્રણયભાઇ સાવરીયા જોડાયા હતા.

error: Content is protected !!