Gondal-Rajkot-ગોંડલના લુણીવાવના દંપતીએ સાત વર્ષમાં ચાર લાખથી પણ વધારે ચકલીના માળા વિતરણ કર્યા.

જ્યારે બાળક નાનું હોય ત્યારે આપણે ચકલી ઉડે ફરર . ની રમત રમી વાર્તાઓ સાંભળી અને સમય પસાર થતો હોય છે . વર્તમાન સમયે પોલ્યુશનના કારણે ખરેખર ચકલી ફરરર થવાની અણી ઉપર આવી ગઇ છે . અને જો આ જ સ્થિતિ રહી તો ચકલીઓ પણ ધીમે ધીમે લુપ્ત થતી પ્રજાતિ બની જશે અને માત્ર તેનું અસ્તિત્વ પુસ્તકો પુરતું સિમિત રહી જશે . જો કે આપણા સમાજમાં અમુક એવા પરિવારો , દંપતી છે કે જેમને પ્રકૃતિ , પશુ , પંખીઓની દરકાર છે . ગોંડલ તાલુકાના લુણીવાવ ગામના વતની એવા દંપતીએ ચકલીઓ અને પર્યાવરણને બચાવવા છેલ્લા સાત વર્ષથી માળા વિતરણનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે અને ચાર લાખથી પણ વધુ માળાનું વિતરણ કરી ચૂક્યા છે અને આ વર્ષે ૫૦ હજારનો માળા વિતરણનો આંક પાર કરવાનો નિર્ધાર કર્યો છે , અને એ પણ નિશુલ્ક કોઈપણ વ્યક્તિ પાસેથી કોઇપણ જાતનો ફંડફાળો કર્યા વગર .

મૂળ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામના અને હાલ વીરપુર જલારામ ખાતે રહેતા અને વૈદ્યનો વ્યવસાય કરતા સંજયભાઈ સુખડિયા અને તેમના પત્ની સોનલબેન સુખડિયા દ્વારા સમાજને નવી રાહ મળે તેવું કાર્ય કરવામાં આવી રહ્યું છે . વર્ષમાં એકવાર આવતો ચકલી દિવસ તેઓના માટે તો અનન્ય છે પરંતુ વર્ષના દરેક દિવસને તે ચકલી દિવસ જ માની રહ્યા છે અત્યાર સુધીમાં લાખો ચકલીના માળાઓનું વિતરણ કરી ચૂક્યા છે . તાજેતરમાં જ તેઓએ કારની ખરીદી કરી તો આવન – જાવન વેળાએ લોકોને પર્યાવરણનો સંદેશો મળી રહે તે માટે તેમની ગાડી પર પર્યાવરણના ચિત્રોનું ડ્રોઈંગ કરવામાં આવ્યું છે ખાસ કરીને ચકલીના જીવનને દર્શાવતું તમામ ચિત્ર આવરી લેવામાં આવ્યા છે .

 

 

 

error: Content is protected !!