Gondal-Rajkot-ગોંડલમાં હોળી – ધૂળેટીનું પર્વ રક્તરંજીત બન્યુ : બે ની હત્યા એક આડાસંબંધના કારણે વાદીપરાના રમેશભાઇ જાદવ (કોળી)ની હત્યા : પોલીસે ગણત્રીના કલાકોમાં જ હત્યા કરનાર બેને ઝડપી લીધા : મુખ્ય આરોપી મુકેશની શોધખોળ ગુંદાળા ચોકડી પાસે તારા બકરાને બાંધી રાખને મારૂ લીલુ ખાઇ જાય છે.. તેમ કહી કેશુ પરમારને મોટાભાઇ ભીખાએ પતાવી દીધોઃ ધરપકડ.
ભાઇના હાથે હત્યાનો ભોગ બનનાર કેશુભાઇ પરમારનો મૃતદેહ
વાદીપરાના યુવાનની હત્યામાં પકડાયેલ બંને શખ્સો તથા હત્યાનો ભોગ બનનાર કોળી યુવાનની લોહીમાં લથબથ હાલતમાં લાશ નજરે પડે છે.
ગોંડલમાં હોળી – ધૂળેટીનું પર્વ રક્તરંજીત બન્યું હોય તેમ ૨૪ કલાકમાં બબ્બે લોથ ઢળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. વાદીપરાના યુવાનની હત્યા કરનાર બે શખ્સોને પોલીસે ગણત્રીના કલાકોમાં જ દબોચી લીધા હતા તો ગુંદાળા ચોકડી પાસે નાનાભાઇની હત્યા કરનાર મોટાભાઇની પણ પોલીસે ધરપકડ કરી છે.
હત્યાના પ્રથમ બનાવમાં શહેરના મોવિયા રોડᅠ ઉગમ સર્કલ ફુલવાડી નજીક બાબા નોનવેજની હોટલ પાસે ધુળેટીનીᅠ વહેલᅠ સવારે જાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ સિટી પી.આઈ સંગાડાને થતા ઘટનાસ્થળે દોડી તપાસના ચક્રોગતિમાન કરી યુવાનની ઓળખ મેળવવા કવાયત હાથ ધરાઇ હતી દરમિયાન તપાસમાᅠ રૂરલ એલસીબી પીઆઈ. ગોહીલ, પીએસઆઇ રાણા, એસઓજી પીઆઈ.જાડેજા સહિતની ટીમ જોડાઇ તપાસના ચક્રોગતિમાન કરતા પોલીસને સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે હત્યા કરાયેલ યુવાન કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામનો રમેશભાઈ નરસિંહભાઈ જાદવ છે.ᅠᅠપોલીસે બનાવ અંગે તેમના પરિવારજનોને જાણ કરી હત્યા શા માટે થઇ અને હત્યા કોણે કરી તે અંગે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.
ᅠ યુવાનના મૃતદેહને પાસે લોખંડનો પાઈપ તેમજ લોહિયાળ પથ્થર પણ મળી આવ્યો હોય પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ.આર. ગોહિલ તથા એસઓજી પી.આઇ. એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના અનિલ ગુજરાતી, રૂપક બહોરા, મહીપાલસિંહ જાડેજા તથા પ્રહલાદસિહ રાઠોડ ને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોંડલમા માંડવી ચોક તથા બસ સ્ટેન્ડ પાસે છુટક મજુરી કરતા અને ફુટપાથ પર સુઇ રહેતા મુળ મધ્યપ્રદેશના બેડ વાણીયાના આદીવાસી મંસારામ ઉર્ફે મનસુખ બીશન બાંભણીયા તથા મુળ પંચમહાલના રાણીપુરાના નગીન ઉર્ફે રણજીત નબી નાયકને પોલીસે દબોચી લઇ આકરી પુછપરછ કરતા બન્ને એ મુળ મધ્યપ્રદેશના અને હાલ વાછરાની સીમમા વાડી મા ખેત મજુરી કરતા મુકેશ ગુમાન માવીના કહેવાથીᅠ રમેશ જાદવની લોખંડના એંગલ,ધોકો તથા પત્થર મારી હત્યા કર્યા ની કબુલાત આપી હતી. મૃતકને મુકેશની પત્નિ સાથે આડા સબંધ હોય આ વાતનો ખાર રાખી હોળીની મોડી રાત્રે રમેશ જયારે ફુલવાડી સર્કલ પાસે આવ્યો ત્યારે મુકેશે તેની સાથે જગડો કર્યો હતો. બન્ને વચ્ચે ઝપાઝપી થયા બાદ મુકેશ, મંસારામ તથા નગીને લોખંડના એંગલ, લાકડાનો ધોકો માથા મા મારી વધુમા મોટા પત્થર વડે પ્રહાર કરી રમેશનુ ઢીમ ઢાળી દિધુ હતુ. હત્યા કરી ત્રણેય નાશી છુટ્યા હતા.
પોલીસે વહેલી સવારથી જ ડીટેક્શન માટે દોડધામ કરી બપોર સુધીમા જ બે હત્યારાઓને ઝડપી લઈ કાબીલેદાદ કામગીરી દાખવી હત્યારાઓને ઝડપી હત્યાનો ભેદ ખોલી નાખ્યો હતો. હત્યાનો નાશી છુટેલો મુખ્ય આરોપી મુકેશ માવી હાથવેંતમા હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ.
હત્યાના બીજા બનાવમાં મુજબ ગોંડલ ગુંદાળા ચોકડીએ ઝૂપડામાં રહેતાં કેશુભાઇ હકુભાઇ પરમાર (ઉ.૪૦) હોળીની રાતે પોતાના ઝૂપડે હતા ત્યારે બાજુમાં જ રહેતાં તેના મોટાભાઇ ભીખા હકુભાઇ પરમારે આવી ઝઘડો કરી માથામાં ધોકાના બે ત્રણ ઘા ફટકારી દેતાં કેશુભાઇ પડી ગયો હતો. તેને ઘાયલ હાલતમાં ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ધૂળેટીની બપોરે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
હત્યાનો ભોગ બનનાર કેશુભાઇ રમકડા, ફુગ્ગા વેંચતો હતો. તે પાંચ ભાઇ અને પાંચ બહેનમાં વચેટ હતો. તેને સંતાનમાં ૧૧ વર્ષનો એક પુત્ર છે. ગોંડલ સીટી પોલીસના પીએસઆઇ વી. કે. ગોલવેલકરે હત્યાનો ભોગ બનનાર કેશુભાઇની પત્નિ શોભના પરમાર (ઉ.૩૫)ની ફરિયાદ પરથી તેણીના જેઠ ભીખુ હકુભાઇ પરમાર વિરૂધ્ધ આઇપીસી ૩૦૨, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. શોભનાના કહેવા મુજબ હું હોળીની સાંજે મારા ઝૂપડામાં રોટલા ઘડતી હતી ત્યારે મારા જેઠ ભીખા પરમારે આવી મારા ધણી કેશુને કહેલું કે-તારા બકરાને બાંધીને રાખ ને, એ મારો રજકો-લીલું ખાઇ જાય છે…આથી મારા ધણીએ કહેલું કે હું મારા બકરા બાંધીને જ રાખુ છું, તમારું લીલું બીજા માલઢોર ખાઇ જતાં હશે…તેમ કહેતાં મારા જેઠે ઉશ્કેરાઇ જઇ તં પડેલાધોકાથી મારા પતિને માથામાં બે ફટકા મારી દીધા હતાં.
જેથી મારા પતિ પડી ગયા હતાં. હું, મારા નણંદ સહિતના બચાવવા દોડતાં જેઠ ભાગી ગયો હતો. મારા પતિને ગોંડલ દવાખાને લઇ ગયા બાદ રાજકોટ લાવ્યા હતાં. પરંતુ બીજા દિવસે તેનું મોત થયું હતું. પોલીસે શોભનાબેનની ફરિયાદ નોંધી આરોપી મોટાભાઇ ભીખાને ગોંડલના પી.આઇ. સંગાડા તથા ટીમે દબોચી લઇ ધરપકડ કરી હતી.