Rajkot-૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના વેક્સિનેશનનો પ્રથમ દિવસ રાજકોટ શહેરમાં ૨,૮૬૯ અને જિલ્લામા ૪,૨૨૦ બાળકોને પ્રથમ ડોઝ અપાયો.

Loading

આજથી સમગ્ર દેશમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના સામેની રસી આપવાના નિર્ણયના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુદી  જુદી ૧૦ શાળાના ૨,૮૬૯ બાળકોને સંલગ્ન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મીઓ દ્વારા રસી આપવામાં આવ્યું હોવાનું ડો. પંકજ રાઠોડે જણાવ્યું  છે .

        જયારે રાજકોટ જિલ્લામાં ૧૦૧ આરોગ્ય કેન્દ્રની મદદથી શાળાઓના ૪,૨૨૦ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હોવાનું  આરોગ્ય અધિકારી શ્રી મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું.

૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મહાત્મા ગાંધી સ્કૂલ, શાસ્ત્રીનગર સામે, નાનામવા રોડ ખાતેથી વેક્સીન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ૧૫મી માર્ચ ૨૦૧૦ પહેલા જન્મેલા બાળકોને આ વેક્સીનેશનમાં આવરી લેવામાં આવી રહ્યા છે.

        આ તકે મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, ડે.મેયરશ્રી ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી  અમિત અરોરા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, વોટર વર્કસ ચેરમેનશ્રી દેવાંગભાઈ માંકડ, નાયબ મ્યુનિ. કમિશનરશ્રી એ.આર.સિંહ, ગુજરાત રાજ્ય સ્વ-નિર્ભર શાળા સંચાલકના ચેરમેનશ્રી ભરતભાઈ ગાજીપરા, આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જયેશ વકાણી, નાયબ આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પંકજ રાઠોડ, મહાત્મા ગાંધી સ્કુલના ચેરમેનશ્રી રાજુભાઈ પરીખ અને સ્કુલના પ્રિન્સીપાલ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!