Gondal-Rajkot-ગોંડલમાં ચોરાઉ બાઇક સાથે જાકીર સહિત બેને રાજકોટ રૂરલ એસ.ઓ.જી.બ્રાન્ચએ ઝડપી લીધા.
ગોંડલમાં ચોરાઉ બાઇક સાથે નીકળેલ શખ્સ અને તેના સાગ્રીત સગીરાને રૂરલ એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લીધા હતા
રૂરલ એસ.પી.બલરામ મીણા દ્વારા જીલલામાં વાહન ચોરીના અનડીટેકટ ગૂન્હાઓનું ડીટેકશન કરવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ. ઓ.જી.પોલીસ ઇન્સપેકટર એસ. એમ.જાડેજા તથા પો.સબ ઇન્સ.એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.બ્રાંચની સ્ટાફ વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેશભાઇ અગ્રાવત તથા પો.કોન્સ. રણજીતભાઇ ધાધલએ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુર.નં. ૧૧ર૩૦૧૩૦૧પરર૦૪૪૬/ર૦રર આઇ.પી.ક.૩૭૯ મુજબના કામે ચોરી થયેલ મોટર સાયકલ સાથે આરોપી જાકીર હુશેનભાઇ શેખ જાતે ફકીર ઉ.ર૧ રહે. ગોંડલ વોરાકોટડા રોડ જી.રાજેકોટ વાળો તથા કાયદાના સંઘર્ષમાં આવે બાળ કિશોરને ચોરી કરેલ મોટર સાયકલ સાથે પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છેે.