Gondal-Rajkot-ગોંડલ મોટા આંતરડાની બીમારીથી પીડાતા બે વર્ષના માસૂમની વહારે દાતાઓઃ ઓપરેશન કરાવી માનવતા મહેકાવી.

Loading

રોટરી કલબના પૂર્વ પ્રમુખ અને મેડિકલ સ્ટોર સંચાલક જીતુભાઈ માંડલીકની કોઓર્ડિનેટર તરીકેની મહત્વની ભૂમિકા રહી.

વર્તમાન સમયે આર્થિક મંદીના માહોલ વચ્ચે હોસ્પિટલ કે ઓપરેશનના નામ સાંભળતાની સાથે જ ભલભલા લોકોના કપાળે ચિંતાની લકીર ખેંચાઈ જતી હોય છે ત્યારે ગોંડલ શહેરના મોટા આંતરડાની બીમારીથી પીડાતા બે વર્ષના માસૂમ બાળકની વહારે દાતાઓએ આવી ઓપરેશન કરાવી આપી પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું.

ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર સાંઢિયા પુલ પાસે રહેતા અને પશુ બળદના વેપાર સાથે સંકળાયેલા રણજીતભાઈ સિંધવ નો માત્ર બે વર્ષની ઉંમરનો પુત્ર માનવ મોટા આંતરડાની બીમારીથી પીડાઇ રહ્યો હોય જે વાતની જાણ રોટરી કલબના પૂર્વ પ્રમુખ અને પારેખ પેપર મીલ પાસે મેડિકલ સ્ટોર ધરાવતા જીતુભાઈ માંડલીકને થતા તેઓ દ્વારા રાજકોટના તબીબ અને ગોંડલના સેવાભાવીઓ નો સંપર્ક કરવામાં આવ્યો હતો, ઓપરેશનમાં મોટો ખર્ચ થવાનો હોય ગોંડલ નગરપાલિકાના સદસ્ય ઓમદેવસિંહ જાડેજા, પંકજભાઈ રાયચુરા વિમલભાઈ મંગલમૂર્તિ અને અર્જુન ભાઈ ખાનપરા તેમજ રાજકોટના સેવાભાવી જલ્પાબેન સહિતનાઓએ ઉપરોકત બાળકની સારવાર નું બીડું ઝડપી આર્થિક મદદ કરી હતી. અને રાજકોટ વિદ્યા નગર મેઇન રોડ પર આવેલ આરવ હોસ્પિટલના તબીબ તત્સકુમાર જોષી એ પોતાનો કિંમતી સમય આપે માત્ર ને માત્ર ટોકન દરે બાળકના ઓપરેશન માં સહભાગી બન્યા હતા અને સરાહનીય સેવા બજાવી હતી.

આ પહેલા પણ આ બીમાર બાળકને પહેલા સ્ટેજના ઓપરેશનની જરૂર પડી હતી ત્યારે આગેવાન પ્રફુલ ભાઈ ટોળીયા દ્વારા આર્થિક મદદ કરવામાં આવી હતી અને ઓપરેશન કરાવી આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!