દિકરીઓના આશીર્વાદ સમાન સ્કીમ એટલે રાજ્યસરકારની ‘‘વ્હાલી દીકરી’’ યોજનાઃ ૩૪૫ દીકરીઓને મળેલો લાભ.

  દીકરીના જન્મને પ્રોત્સાહન આપતું રાજ્ય સરકારનું વધુ એક કદમ એટલે ‘‘વ્હાલી દીકરી યોજના’’

            દીકરીઓના જન્મને સતત ને સતત પ્રોત્સાહન આપી, તેમને સાક્ષર બનાવવાના હેતુસર  રાજય સરકારે ‘‘બેટી બચાવો, બેટી પઢાવો’’ યોજના કાર્યાન્વિત કરી છે. અને ‘‘વ્હાલી દીકરી’’ યોજના થકી દીકરીઓના માતા-પિતાને ‘‘દીકરી વધામણા કીટ’’ એનાયત કરી દીકરીઓના જન્મને વધાવવામાં આવે છે. તાજેતરમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં આશરે ૩૪૫ જેટલી ‘‘વ્હાલી દીકરી’’ યોજનાની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત પ્રથમ ૨ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, જેમાં પ્રથમ વર્ગમાં અભ્યાસ કરનાર દિકરીને રૂ. ૪૦૦૦, ધો. ૯માં અભ્યાસ કરનાર દીકરીને રૂ .૬૦૦૦ અને ૧૮ વર્ષથી ઉપરની આયુ ધરાવનાર દીકરીને  રૂ. ૧,૦૦,૦૦૦  દીકરીઓનાં એકાઉન્ટ નંબરમાં સીધી રકમ જમા થાય છે.

error: Content is protected !!