Moviya-Gondal-ગોંડલના મોવીયા ખાતે વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢવા અંગેનો કેમ્પ યોજાયો.
ગોંડલ ધારાસભ્ય ના પ્રતિનિધિ અને યુવા અગ્રણી જ્યોતિરાદિત્ય સિંહ જયરાજસિંહ જાડેજા (ગણેશભાઈ) ની આગેવાનીમા મોવીયા ગામના કડવા પટેલ સમાજવાડી ખાતે યુવા ભાજપ ટીમ દ્વારા વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢવા અંગે ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા ના સહયોગ થી કરવામાં આવ્યું હતું
.આ કેમ્પ મા મોટી સંખ્યામા લોકોએ લાભ લીધો હતો. આ તકે સરપંચ રોહિતભાઈ ખૂંટ, કડવા પટેલ સમાજ પ્રમુખ ભુપતભાઇ કાલરીયા, ચિરાગભાઈ દુદાણી, મનીષભાઈ ખૂંટ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ કિશન ઠુમ્મર, ઉપપ્રમુખ હિરેન ભાલોડિયા, મંત્રી પારસ ભાલાળા સહિત યુવા ભાજપ ના કાર્યકરો હાજર રહ્યા હતા.
*ગોંડલમાં પ્રથમ વખત*
*બાલાશ્રમ તથા વૃધ્ધાશ્રમ બાઈ સાહેબબા નિરાશ્રીત ગૃહ-ગોંડલ માં અવસાન પામેલ આત્માની સદગતિ અને શાંતિ અર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કથા શ્રવણ કરવા જાહેર જનતા ને નિમંત્રણ પાઠવવામાં આવે છે…*
*કથા પ્રારંભ:- ચૈત્ર સુદ-૧ ને શનિવાર તા.૨-૪-૨૦૨૨*
*કથા પૂર્ણાહુતિ:- ચૈત્ર સુદ-૭ ને શુક્રવાર તા.૮-૪-૨૦૨૨*
*કથા સમય:- સવારે :૮-૩૦ થી બપોરે :૧૨-૦૦ કલાક સુધી.*
*બપોરે : ૩-૦૦ થી સાંજે ૬-૦૦ કલાક સુધી.*
*મુખ્ય આયોજક:- શ્રી જ્યોતિરાદિત્યસિંહજી જાડેજા(ગણેશભાઈ )*
*નિમંત્રક : શ્રીમતિ અનિતાબેન પ્રફુલભાઈ રાજ્યગુરૂ-ચેરમેન શ્રી બાલાશ્રમ કમીટી,તથા ગોંડલ બાલાશ્રમ તમામ દિકરીયુ,આશ્રિતો,તથા બાલાશ્રમ કર્મચારીઓ*
*કથા સ્થળ:- શ્રી ભગવતસિંહજી બાલાશ્રમ તથા વૃધ્ધાશ્રમ બાઈ સાહેબબા નિરાશ્રીત ગૃહ-ગોંડલ.જુની મામલતદાર ઓફિસ પાસે, મું.ગોંડલ-૩૬૦૩૧૧, જી.રાજકોટ. ફોન:૦૨૮૨૫-૨૩૧૫૩૭*
*ખાસ નોંધ:-કથા શ્રવણ કરવા ગોંડલ તેમજ આસપાસ નાં ગ્રામ્ય વિસ્તારની જનતા ને પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે..*