Jasdan-Rajkot-જસદણ વીંછીયા 15મી માર્ચ ગ્રાહક સુરક્ષા દિન અંતગત ગ્રાહક જગૃતિ સપ્તાહ 2022નું આયોજનના ભાગ રૂપે જસદણ ગ્રાહક સુરક્ષા મંડળ ના હોદેદારો ની વરણી કરવામાં આવી

જસદણ ગ્રાહક સુરક્ષા મંડળ ના હોદેદારો ની વરણી કરવામાં આવી.

આજ રોજ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જસદણ વીંછીયા 15મી માર્ચ ગ્રાહક સુરક્ષા દિન અંતગત ગ્રાહક જગૃતિ સપ્તાહ 2022નું આયોજનના ભાગ રૂપે જસદણ શહેરમાં વૃંદાવન સ્કૂલ ખાતે એક મિટિંગનું આયોજન કરેલ જેમાં જસદણ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તરીકે પંકજભાઈ ચાંવ તેમજ મંત્રી તરીકે પ્રકાશભાઈ પ્રજાપતિ ની વરણી કારવામાં આવેલ આ તકે સમાજ સેવા સંગઠન જિલ્લાના સંયોજક યસવંતભાઈ જનાણી,હિમતભાઈ લાવડીયા, પરેશભાઈ જનાણી, મહેશભાઈ જિલ્લા મંડળ ના આગેવાનો તેમજ જસદણ શહેર અને તાલુકામાંથી જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ,અલ્પેશભાઈ રૂપરેલીયા પ્રમુખ પ્રતિનિધિ નગરપાલિકા,જીજ્ઞેશભાઈ હિરપરા પૂર્વ પ્રમુખ નગરપાલિકા, જે ડી ઢોલરીયા પ્રમુખ સ્વામીવિવેકાનંદ મોક્ષધામ, ડો કમલેશભાઈ હિરપરા, ભરતભાઇ છાયાણી, મુકેશભાઈ જાદવ,રાજુભાઇ ચાવડા, નરેશભાઈ દરેડ, અમરશીભાઈ વિગેરે શહેર અને તાલુકા માંથી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ અને નવનિયુક્ત હોદ્દેદારો ને શુભેચ્છાઓ પાઠવેલ.


આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ધર્મેશભાઈ કલ્યાણી દ્વારા કરવામાં આવેલ પ્રસોગીત પ્રવચન પંકજભાઈ ચાંવ તેમજ કાર્યક્રમની વિશેષ માહિતી જિલ્લા સંયોજક જનાણીભાઈ અને હિમતભાઈ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમમા આભારવિધિ ગાજેન્દ્રભાઈ રામાણીએ કારેલ આ કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ બાદ મીઠા મોઢા કરીને નવનિયુક્ત હોદ્દેદારોને હારતોરાથી વધવામાં આવેલ.

રિપોર્ટર:પિયુશ વાજા જસદણ

error: Content is protected !!