Jetpur-Rajkot-જેતપુરસીટી પોલીસ સ્ટેશનના દાસીજીવણપરા વિસ્તારમાં આવેલ  કેનાલમાં ગળે ટુંપો આપી, મોત નીપજાવેલ હાલતમાં સાધુની લાશ મળી આવેલ હોય જે ગુન્હાનો ભેદ ઉકેલી ચાર ઇસમોને પકડી પાડતી:રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ,  

Loading

 પ્રાપ્ત વિગત મુજબ ગઇ તા.૦૪/૦૩/૨૦૨૨ના રોજ દાસીજીવણપરા પાસે કેનાલમાં સાધુની લાશ (હાથ પગ બાધેલ હાલતમાં) મળી આવેલ હોય સદરહું બનાવની ગંભીરતાં જોતાં તાત્કાલીક લાશની ઓળખ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી સોશ્યલ મીડીયામાં ફોટા વાયરલ કરી તપાસ કરતાં મરણજનાર સાધુ ચોરવાડી ગામની સીમમાં આવેલ ખડખડીયા મહાદેવ મંદીરના સાધુ રૂદ્રાનંદગીરી હોવાનું જાણવા મળેલ જેથી રૂદ્રાનંદગીરી બાપુના શિષ્ય કિશોર દેવરાજભાઇ નારોદા, જાતે-ચુનારાને બોલાવી આ લાશની ઓળખ કરાવી રૂદ્રાનંદગીરીબાપુ હોવાની ખાત્રી કરાવી ગઇ તા.૦૪/૦૩/૨૦૨૨ના રોજ જેતપુરસીટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૨૧૩૦૨૨૨૨૦૩૧૭/૨૦૨૨ IPC કલમ ૩૦૨,૨૦૧ મુજબનો ગુન્હો અજાણ્યા આરોપી વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ. આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ ની સુચનાથી રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા  દ્વારા બનાવ સ્થળની વિઝીટ કરવામાં આવેલ અને તેઓ દ્વારા સદરહુ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા અંગે સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે મદદનિશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર  તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ નાઓના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.આર.ગોહીલ, તથા એસ.ઓ.જી. પો.ઇન્સ.એસ.એમ.જાડેજા, તથા જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર  જે.બી.કરમુર તથા એસ.ઓ.જી. પો.સબ.ઇન્સ. એચ.એમ.રાણા, તથા એલ.સી.બી. પો.સબ.ઈન્સ. એસ.જે.રાણા, ની રાહબારીમાં બનાવવાળી જગ્યાની તેમજ રૂટમાં આવતાં સી.સી.ટી.વી.ફુટેજ ચેક કરવા, શકાસ્પદ ઇસમો ચેક કરવાની ટીમ તેમજ હ્યુમન ઇન્ટેલીઝન્સની ટીમ ડેવલપ કરી, ટેકનીકલ રિસોર્સીથી ટીમ બનાવી તપાસ કરવા એલ.સી.બી. શાખાની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવેલ. જે તપાસ દરમ્યાન સી.સી.ટી.વી.ફુટેજ ચેક કરતાં જેમાં એક શકાસ્પદ સફેદ કલરની સ્વીફટ કાર જેના નંબર GJ-24-AA-0363 વાળી રાત્રીના સમયે પસાર થયેલનુ જણાય આવતાં આ સ્વીફટ કાર વિષે લોકલ હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ  સોર્સ આધારે તપાસ કરતાં સદરહું સ્વીફટ કાર જયેશભાઇ ગૌરીશંકર દવે રહે. સુલતાનપુર હાલ રહે. રાજકોટ ગોપાલનગર વાળાની હોવાન જણાય આવેલ જેથી આ દિશામાં તપાસ કરી સદરહુ કારના માલીક જયેશ દવેને શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો બનાવી લોકલ હ્યુમન ઇન્ટેલીજન્સ ડેપલપ કરવામાં આવેલ. જે દરમ્યાન એલ.સી.બી. શાખાના પો.ઇન્સ. એ.આર.ગોહિલ નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે ઉપરોકત ગાડી માલીક જયેશ દવે અન્ય ત્રણ ઇસમો સાથે ભાગવાની પેરવીમાં ગોંડલથી સુલતાનપુર વચ્ચે મૌવેયા ચોકડી પાસે હાજર છે. જે હકિકત આધારે તુર્તજ વર્કઆઉટ કરી તપાસ કરતાં જયેશભાઇ ગૌરીશંકર દવે અન્ય ત્રણ ઇસમો (૧) દર્શક્ભાઇ ઉર્ફે દર્શનભાઇ રતીલાલ દેગામા (૨) દિનેશભાઇ છગનભાઇ ભાદાણી (૩) વીજયભાઇ ઉર્ફે કાળુભાઇ પરસોતમભાઇ વઘાસીયા સાથે મૌવીયા ચોકડી પાસેથી મળી આવતાં હસ્તગત કરી યુકતિ પ્રયુકિતથી પુછપરછ કરતાં તેઓએ કબુલાત આપી જણાવેલ કે, પૈસાની ઉઘરાણી બાબતે આ રૂદ્રાનંદ ગીરી બાપુ સાથે બોલાચાલી થતા રૂદ્રાનંદગીરી બાપુને ગળે ટુપો આપી મોત નિપજાવી અને મરણજનારની લાશને બોરડી સમઢીયાળા પાસે કેનાલમાં ફેકી દીધેલ હોવાનુ જણાવેલ આમ ઉપરોકત અજાણ્યા પુરુષની લાશની ઓળખ કરી, આ વણશોધાયેલ ગંભીર ખુનના ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે. પોલીસ એ હસ્તગત કરેલ આરોપીઓ માં
(૧) જયેશભાઇ ગૌરીશંકર દવે જાતે બ્રાહમણ ઉ.વ.૪૨ ધંધો વેપાર રહે. રાજકોટ ગોપાલનગર મેઇન રોડ, શેરી નં-૬ નો ખુણો,(૨) દર્શક્ભાઇ ઉર્ફે દર્શનભાઇ રતીલાલ દેગામા જાતે કોળી ઉ.વ.૨૪ ધંધો વેપાર રહે.સુલતાનપુર તા.ગોંડલ જી.રાજકોટ (૩) દિનેશભાઇ છગનભાઇ ભાદાણી જાતે પટેલ ઉ.વ.૪૨ ધંધો ખેતી રહે.સુલતાનપુર તા.ગોંડલ જી.રાજકોટ (૪) વીજયભાઇ ઉર્ફે કાળુભાઇ પરસોતમભાઇ વઘાસીયા જાતે પટેલ ઉ.વ.૩૪ ધંધો વેપાર રહે.સુલતાનપુર તા.ગોંડલ જી.રાજકોટ ગુન્હો કરવાનો હેતુ
આ કામના આરોપીઓ પૈકી વીજયભાઇ ઉર્ફે કાળુભાઇ પરસોતમભાઇ વઘાસીયાને હ્દયની બિમારી હોય અને તેને એલોપેથીક દવા મૌઘી પડતી હોય જેથી તે આર્યુવેદીક દવા માટે મરણજનાર રૂદ્રાનંદગીરીના સંપર્ક આવેલ અને તેમના વચ્ચે સારો પરિચય થઇ જતાં વિજય પરસોતમભાઇ વઘાસીયાએ રૂદ્રાનંદગીરી બાપુને શેર બજારમાં રોકાણ કરવા માટે રૂ.૨,૫૦,૦૦૦/- આપેલ જે પૈકી રુ.૫૦,૦૦૦/- પરત આપી દીધેલ પરંતુ રૂ.૨,૦૦,૦૦૦/- લેવાના બાકી હોય જે ઉઘરાણી કરતાં રૂદ્રાનંદ બાપુએ આ રૂપિયા આપવાની મનાઇ કરતાં આ બાબતે ઉપરોકત ચારેય આરોપીઓએ સાથે મળીને રૂદ્રાનંદગીરી બાપુ સાથે ઝપાઝપી કરી ગળે ટુપો આપી મોત નિપજાવી અને મરણજનારની લાશને બોરડી સમઢીયાળા પાસે કેનાલમાં ફેકી દીધેલ.
આ  સફળતા પૂર્વક કામગીરી કરનાર ટીમ  રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ  તેમજ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટશ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ.શ્રી એસ.જે.રાણા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમિતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, શક્તિસિંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર, રૂપકભાઇ બોહરા તથા પો.કોન્સ. રહીમભાઈ દલ, પ્રહલાદસિંહ રાઠોડ, દિવ્યેશભાઇ સુવા, પ્રકાશભાઈ પરમાર, પ્રણયભાઈ સાવરીયા, કૌશીકભાઇ જોષી, મેહુલભાઇ સોનરાજ, નૈમીશભાઇ મહેતા, ઘનશ્યામસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા, તથા અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, અનીરૂધ્ધસિંહ જાડેજા, સાહિલભાઇ ખોખર તથા વિગેરે સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.
error: Content is protected !!