Gondal-Rajkot-ગોંડલમાં ચશ્માની દુકાન અને જેતપુરના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી LCB: કિશોર સહિત બે ઝડપાયા.

Loading

 

ગોંડલમાં ૫.૪૦ લાખની રોકડ ચોરી કરનાર તસ્કરોએ માતાજીને બોકડાની બલી ચડાવી.

હિરેન ઓપ્ટીકલમાંથી રૂા.૫.૪૦ લાખની ચોરી થયેલી, રૂા.૪.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો: આરોપી રૂત્વીક દેવીપૂજક દિવાલોમાં બાકોરું પાડી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે, ગીર સોમનાથના વેરાવળમાં અગાઉ તસ્કરીના ત્રણ ગુના આચરેલા

ગોંડલમાં તા.૭ના રાત્રીના ત્રણેક વાગ્યે માંડવી ચોકમાં આવેલ હિરેન ઓપ્ટીકલ નામની દુકાનમાંની બારીની ગ્રીલ તથા લાકડાની બારી તથા લાકડાનુ પાટીસન કોઇ અજાણ્યા ઇસમોએ તોડી દુકાનમા રહેલ રોકડ રૂપીયા ૫૪,૪૦,૦૦૦ ની ચોરીની ઘટના ને અંજામ આપી તસ્કરે પોલીસને ચેલેન્જ કરી હતી જેના જવાબમાં રુરલ પોલીસે ગણતરી ની કલાકોમાં જ એક શખ્સને મુદામાલ સાથે ઝડપી સરાહનીય કાર્ય કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પી આઈ એ.આર.ગોહીલ, પીએસઆઇ એસ.જે.રાણાની રાહબરી, હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ જાડેજા, અનીલભાઈ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, પ્રહલાદસિંહ રાઠોડ નાઓને હ્યુમન રીસોર્સીસ દ્વારા મળેલ ચોકકસ બાતમી આધારે ગોંડલ, વોરાકોટડા રોડ પરથી એક ઇસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ને રોકડા રૂ.૪,૯૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ગોંડલ શહેરમાં માંડવી ચોક પાસે હિરેન ઓપ્ટીકલ નામની ચશ્માની દુકાનમાંથી રોકડ રકમ રૂ. ૫,૪૦’૦૦૦ ની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ગોંડલ શહેર તથા જેતપુર શહેર વિસ્તાર માં થયેલ ઘરફોડ ચોરીના વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસે પકડી પાડેલ આરોપીઓ રૂત્વીક ઉર્ફે રૂતીક ગડુભાઇ મકવાણા (ઉ.વ. ૨૧) (રહે. હાલ- જેતપુર, જલારામ નગર-૩, મુળ-વેરાવળ મફતીયાપરા, રીંગરોડ, સરકારી હોસ્પીટલ પાછળ) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આરોપી ગીર સોમનાથમાં પણ અનેક ચોરી ને અંજામ આપી ચુક્યા છે તે ઉપરાંત પાંચેક દિવસ પહેલા રાત્રીના સમયે બન્નેએ ગોંડલ બસસ્ટેશન પાસે, ઘરઘંટીની દુકાન, દવાની દુકાનમાં તથા ઇલેક્ટીક્સની દુકાન પરચુરણ રોકડની ચોરી કરેલની કબુલાત આપી હતી. તેમજ ગોંડલ વાડોદરીયા દવાખાના સામે આવેલ કરીયાણાની દુકાનમાં બારીની ગ્રીલ તોડી પરચુરણ રોકડ રકમની ચોરી, ગુંદાળા ચોકડી પાસે આવેલ સોપારીની દુકાનમાં પાછળથી બાકોરૂ પાડી રૂ.૬૦.૦૦૦ રોકડ રકમની ચોરી, નવાયાર્ડ માં બહારના ભાગે આવેલ કરીયાણાની દુકાન માં પાછળથી બાકોરૂ પાડી ૬ તેલના ડબ્બા

તથા ભુકીના પેકેટો ની ચોરી, મૈાવેયા રોડ ઉપર આવેલ પાન બીડી ની દુકાનમાં પરચુરણ રોકડ રકમની ચોરી, જેતપુર રોડ સાંઢીયાપુલ પાસે પાન બીડી ની દુકાન માં પરચુરણ રોકડ રકમ ની ચોરી, જેતપુર રોડ ૬૬ કે.વી. પાછળ આવેલ પાન બીડીની દુકાનમાં પરચુરણ રોકડ રકમની ચોરી, જેતપુર ભાદર ના પુલ નીચે આવેલ કેબીનમાં પરચુરણ રોકડ રકમ ની ચોરી, વેરાવળ સોમનાથ ફાટક પાસે ડાભોર રોડ ઉપર આવેલ કરીયાણા ની દુકાન માં છાપરૂ તોડી પરચુરણ રોકડ રકમની ચોરી તેમજ જેતલસર જંકશનમાં આવેલ કરીયાણાની દુકાનમાં બાકોરૂ પાડી પરચુરણ રોકડ રકમની ચોરી કરેલની કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

error: Content is protected !!