Gondal-Rajkot-ગોંડલ તન્ના સ્કૂલમાં ટ્રાફિક સુરક્ષા સપ્તાહ ઉજવણી અન્વયે માર્ગદર્શક સેમિનાર યોજાઈ ગયો.

Loading

રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા સપ્તાહ ઉજવણી અન્વયે ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને ગોંડલ ટ્રાફિક વિભાગ ના સયુંકત ઉપક્રમે ગોંડલ ની એમ.એલ.તન્ના એજ્યુકેશન સ્કૂલ ખાતે ધોરણ 11 અને 12 ના 200 વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ માં એક ટ્રાફિક નિયમો અને કાયદાઓનું માર્ગદર્શન આપતા સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું…

તન્ના સ્કૂલ ના સંચાલક શ્રી મધુભાઈ તન્ના ના અધ્યક્ષ સ્થાને ગોંડલ ટ્રાફિક વિભાગ ના મુકેશભાઈ પંડ્યા ASI અને રાજન સોલંકી તેમજ પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે નું શબ્દો થી સ્વાગત અને દીપ પ્રાગટય થી સેમિનાર ની શરૂઆત કરતા મુકેશભાઈ પંડ્યા ASI એ વિદ્યાર્થીઓને ટ્રાફિક ને લગતા કાયદા,નિયમો,દંડ અને સજા ની જોગવાઈ તેમજ અકસ્માત થાય તો વાહન ચાલક, પરિવાર અને ઇજાગ્રસ્ત ને કેવી કેવી મુસીબતો અને કાયદાની જોગવાઈ મુજબ તકલીફો પડે તે અંગે વિગતવાર માર્ગદર્શન આપી 18 વર્ષ ની ઉંમર બાદ જ વાહન ચલાવવું હિતાવહ છે તે સમજાવ્યું..


પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે એ યુવા ભાઈ બહેનો ને ટ્રાફિક ના નિયમો..કાયદા..દંડ ની જોગવાઈઓ ની જાણકારી રાખવી અને પોતાની, પરિવારની અને અન્ય ની સલામતી નો વિચાર કરી વાહન ચલાવવાથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપતા જણાવેલ કે 18 વર્ષ સુધી યુવા ભાઈ બહેનોએ સાઇકલ નો ઉપયોગ કરવાથી સાઈકલિંગ કરવાથી તંદુરસ્તી વધે છે,પેટ્રોલિયમ ની બચત થાય છે,પ્રદુષણ ઓછું થાય છે.પર્યાવરણ સુધરે છે અને આર્થિક ફાયદાઓ સાથે દેશસેવા થઈ શકે છે..


મધુભાઈ તન્ના એ ઉપસ્થિત વીદ્યાર્થીઓને વાહન અને ટ્રાફિક ના નિયમો નું પાલન કરવા અને 18 વર્ષ સુધી સાઇકલ નો ઉપયોગ કરવા સંકલ્પ લેવરાવ્યો હતો..
શાળા ના શિક્ષકશ્રી એ મુકેશભાઈ પંડ્યા ASI, રાજનભાઈ સોલંકી,અને હિતેશભાઈ દવે એ ટ્રાફિક ને લગતા ઉપયોગી માર્ગદર્શન આપવા બદલ સંસ્થા વતી આભાર માન્યો હતો…

error: Content is protected !!