Rajkot-Gondal તાજેતરમાં લોધીકા પો.સ્ટે.ના મોટાવડા તેમજ કોટડા સાંગાણી પો.સ્ટે.ના રાજપરા ગામ વિસ્તારમાં વૃધ્ધ દંપતીને માર મારી લુંટ કરેલ નો બનાવ બનેલ જે લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી પાંચ ઇસમોને મુદામાલ સાથે પકડી પાડી તેમજ અન્ય મંદિર ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢતી ગ્રામ્ય લૉકલ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ.
પ્રાપ્ત વિગતો મુજબ ગઇ તા.૦૫/૦૧/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે લધીકા તાલુકાના મોટાવડા ગામે આવેલ રહેણાંક મકાનમાં ફરીયાદી તથા સાહેદને અજાણ્યા ઇસમો દ્વારા લાકડીઓ વતી માર મારી માથામા હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોચાડી રોકડ રકમ તથા સોના-ચાંદીની વસ્તુની લુંટ કરી લઈ ગયેલ જે અંગે તા.૦૫/૦૧/૨૦૨૨ ના રોજ લોધીકા પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૩૦૨૨૦૦૧૩/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૯૪,૩૯૭,૫૦૬(૨), ૪૫૦, ૩૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
ગઇ તા.૦૮/૦૨/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામે આવેલ રહેણાંક મકાનમાં ફરીયાદી તથા સાહેદને અજાણ્યા ઇસમો દ્વારા માર મારી હાથમાં ફેકચર તથા મોઢા પર આગળના ભાગે દાંતમાં ગંભીર ઇજાઓ પહોચાડી રોકડ રકમ તથા સોનાની બુટી તથા મોબાઇલની લુંટ કરી લઈ ગયેલ જે અંગે તા.૦૮/૦૨/૨૦૨૨ ના રોજ કોટડા સાંગાણી પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૬૨૨૦૦૫૦/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૯૪, ૪૫૦, ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે
આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈ.જી.પી. સંદિપ સિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા એ સદરહુ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા અંગે સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ.એ.આર.ગોહીલ તથા પો.સબ.ઈન્સ.એસ.જે. રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ આ લુંટ કરનાર ઇસમોને પકડી પાડવા માટે એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા આજુ બાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવેલ તેમજ અગાઉ આવી એમ.ઓ. ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવેલ તેમજ લોકલ હ્યુમન ઇન્ટેલીજન્સ સોર્સ આધારે તપાસમાં હતા
તે દરમ્યાન ખાનગીરાહે ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ છે કે, કાલાવડ તરફથી રાજકોટ તરફ બે નંબર પ્લેટ વગરના મો.સા.માં કુલ પાંચ માણસો શંકાસ્પદ સોના ચાંદીના દાગીના વેચવા જવા માટે રાજકોટ તરફ જવા નીકળેલ છે. જે પૈકી એક મો.સા. હિરો કંપનીનું સ્પ્લેન્ડર મો.સા. છે. જેમાં બે ઇસમો બેસેલ છે. તેમજ બીજું મો.સા. હિરો હોન્ડા કંપનીનું પ્રેશન પ્રો લાલ કલરનું મો.સા. છે. જેમાં ત્રણ ઇસમો છે. તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે પાંચ ઇસમોને લોધીકા તાલુકાના દેવળા ગામ બસ સ્ટોપ પાસેથી કુલ ૬,૩૫,૭૮૦/- રૂપિયાના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ પકડાયેલ ઇસમોની પુછપરછ દરમ્યાન લોધીકા તાલુકાના મોટાવડા ગામે બનેલ લુંટનો તથા કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે બનેલ લુંટનો તેમજ પંચમહાલ જીલ્લાના કાલોલ પો.સ્ટે.ના બોરૂ ગામે બનેલ ધાડના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવામાં આવેલ છે. ઝડપી પાડેલ આરોપીઓમાં પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ સ/ઓ જોરીયાભાઇ ઉર્ફે જોરસીંગ વહુનીયા જાતે- આદિવાસી ઉ.વ. ૪૫ ધંધો- ખેતીકામ રહે- પાનમગામ, ખેડા ફળીયું તા. ધાનપુર જી. દાહોદ વાળો નરૂભાઇ કાળીયાભાઇ પરમાર જાતે- આદિવાસી ઉ.વ.૩૦ ધંધો- ખેતીકામ રહે- ભાનપુર ગામ, પીપળીધરા ફળીયું તા. ધાનપુર જી. દાહોદ વાળો
કમલેશભાઇ જાલમભાઇ વાખળા જાતે- આદિવાસી ઉ.વ. ૨૫ ધંધો- ખેતી કામ રહે- મુળ- પીપરગોટા ગામ તા. ધાનપુર જી. દાહોદ વાળો દિનેશભાઇ નરશુભાઇ ઉર્ફે નરશીભાઇ પરમાર જાતે- આદિવાસી ઉ.વ. ધંધો- ખેત મજુરી રહે- હાલ- રાજપરા ગામ, તા. કોટડાસાંગાણી જી. રાજકોટ મુળ- પીપરગોટા ગામ તા. ધાનપુર જી. દાહોદ વાળો
રતનાભાઇ સગાભાઇ મીનામા જાતે- આદિવાસી ઉ.વ. ૪૨ ધંધો- ખેતીકામ રહે- ખજુરી ગામ તા. જી. દાહોદ વાળો
નિચે મુજબના વણ-શોધાયેલ ગુન્હાઓ શોધાયેલ છે.અ.નં.આરોપીઓએ કરેલ કબુલાત તેમજ તે અન્વયે દાખલ થયેલ ગુન્હાની વિગત
આજથી બે મહિના પહેલા પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ સ/ઓ જોરીયાભાઇ ઉર્ફે જોરસીંગ વહુનીયા તથા નરૂભાઇ કાળીયાભાઇ પરમાર તથા રતનાભાઇ સગાભાઇ મીનામા એમ તેઓએ રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના મોટાવડા ગામમાં રહેણાંક મકાનમાં તાળા તોડી ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (લોધીકા પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૩૦૨૨૦૦૧૩/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૯૪, ૩૯૭, ૫૦૬(૨), ૪૫૦, ૩૪ મુજબ) આજથી એકાદ મહિના પહેલા પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ સ/ઓ જોરીયાભાઇ ઉર્ફે જોરસીંગ વહુનીયા તથા નરૂભાઇ કાળીયાભાઇ પરમાર તથા કમલેશભાઇ જાલમભાઇ વાખળા તથા દિનેશભાઇ નરશુભાઇ ઉર્ફે નરશીભાઇ પરમાર એમ તેઓએ રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામમાં રહેણાંક મકાનમાં તાળા તોડી ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (કોટડા સાંગાણી પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૬૨૨૦૦૫૦/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૯૪, ૪૫૦, ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ)આજથી પાંચેક દિવસ પહેલા પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ સ/ઓ જોરીયાભાઇ ઉર્ફે જોરસીંગ વહુનીયા તથા નરૂભાઇ કાળીયાભાઇ પરમાર તથા દિનેશભાઇ નરશુભાઇ ઉર્ફે નરશીભાઇ પરમાર એમ તેઓએ પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના બોરૂ ગામમાં રહેણાંક મકાનમાં તાળા તોડી ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (પંચમહાલ જીલ્લાના કાલોલ પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૧૦૩૬૨૨૦૧૩૭/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૯૫,૩૯૭,૪૫૦,૩૪૨ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ)આજથી ત્રણેક મહિના પહેલા પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ સ/ઓ જોરીયાભાઇ ઉર્ફે જોરસીંગ વહુનીયા તથા નરૂભાઇ કાળીયાભાઇ પરમાર તથા કમલેશભાઇ જાલમભાઇ વાખળા એમ તેઓએ મોરબી જીલ્લાના ટંકારા વિસ્તારમાં આવેલ ચંપાપુરી તીર્થ, મોરબી રોડ પર જૈન મંદીરમાં પ્રવેશ કરી તાળા તોડી રોકડ રકમની ચોરી કરેલની કબુલાત આપેલ છે.આજથી એકાદ મહિના પહેલા પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ સ/ઓ જોરીયાભાઇ ઉર્ફે જોરસીંગ વહુનીયા તથા નરૂભાઇ કાળીયાભાઇ પરમાર તથા કમલેશભાઇ જાલમભાઇ વાખળા એમ તેઓએ મોરબી જીલ્લાના મોરબી ગામમાં નવલખી રોડ પર આવેલ ત્રિમંદીર મંદીરમાં પ્રવેશ કરી તાળા તોડી રોકડ રકમની ચોરી કરેલની કબુલાત આપેલ છે.પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ માં બે મો.સા. કિ.રૂ. ૩૦,૦૦૦/- રોકડ રકમ રૂ. ૩,૫૩,૮૫૦/-
ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ. ૪૦૦૦/-
સોનાની ધાતુના દાગીના કિ.રૂ. ૧,૭૨,૮૩૦/-
ચાંદીની ધાતુના દાગીના કિ.રૂ. ૭૫,૧૦૦/-
મુદામાલ સાથે મળી કુલ રૂ. ૬,૩૫,૭૮૦/-
મોડસ ઓપરેન્ડી :- આ કામના આરોપીઓના સગા સબંધીઓ જે વિસ્તારમાં કામ કરતા હોય તેઓનો સંપર્ક કરી તેઓ પાસેથી વાડી વિસ્તારમાં રહેતા માણસો મોટી રકમ પોતાની વાડીના મકાનમાં રાખતા હોય તેની માહિતી મેળવી અને લુંટ કરવાની ટેવ વાળા છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ મંદિરમાં પ્રવેશ કરી તેના તાળાઓ તોડી તેમાંથી રોકડ રકમ તથા ચાંદીના દાગીનાઓની ચોરી કરવાની ટેવ વાળા છે.ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પારસિંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ સન/ઓફ જોરસીંગ ઉર્ફે જોરીયાભાઇ વહુનીયા રહે. પાનમ તા.ધાનપુર જી.દાહોદ વાળા ને પકડવા પર બાકી ગુન્હાની વિગત
પડધરી પો.સ્ટે. ગુ.ર.નંબર- ૧૧૨૧૩૦૪૨૨૦૦૦૬૫૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ
પડધરી પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નંબર- ૧૧૨૧૩૦૪૨૨૧૦૦૯૨/૨૦૨૧ IPC કલમ ૩૯૪,,૧૧૪ જી.પીએક્ટ ૧૩૫,૩૭(૧) મુજબના અમરેલી જીલ્લો બાબરા પો.સ્ટે. ગુ.ર.નંબર- ૧૧૧૯૩૦૦૮૨૧૦૦૨૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦, ૧૧૪
આરોપીઓ નાં ગુનાહિત ઇતિહાસ
પારસિંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ સન/ઓફ જોરસીંગ ઉર્ફે જોરીયાભાઇ વહુનીયા રહે. પાનમ તા.ધાનપુર જી.દાહોદ
દાહોદ જીલ્લા દેવગઢ બારીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૬૭/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૭૯ વિગેરે દાહોદ જીલ્લા દેવગઢ બારીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૪૫/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૯૫, ૩૯૬, ૩૯૭, તથા આર્મસ એક્ટ કલમ ૨૫(૧)(બી)(એ), ૨૭ દાહોદ જીલ્લા દેવગઢ બારીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૫૫/૨૦૧૫ પાસા તા.૦૮/૧૦/૨૦૧૫ જામનગર જીલ્લા ધ્રોલ પો.સ્ટે. ૧૧૨/૨૦૧૨ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૮૦, ૪૬૦, ૧૨૦(બી) વિગેરે
નરૂભાઇ કાળીયાભાઇ પરમાર ગામ. ભાનપુર તા.ધાનપુર જી.દાહોદ મહિસાગર જીલ્લા સંતરામપુર પો.સ્ટે. ગુ.ર.ન. ૯૯/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦,
મહિસાગર જીલ્લા સંતરામપુર પો.સ્ટે. ગુ.ર.ન. ૧૦૦/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦,દાહોદ જીલ્લા સુખસર પો.સ્ટે. ગુ.ર.ન. ૬૩/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦,કમલેશ જામલસીંગ વાખળા પીપરગોટા તા.ધાનપુર જી.દાહોદ
દાહોદ જીલ્લા દેવગઢ બારીયા પો.સ્ટે. ગુ.ર.નં. ૩૧૨/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, વિગેરે દિનેશ નરસુભાઇ પરમાર રહે. પીપરગોટા તા.ધાનપુર જી.દાહોદ
જામનગર જીલ્લા ધ્રોલ પો.સ્ટે. ૧૧૨/૨૦૧૨ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૮૦, ૪૬૦, ૧૨૦(બી) વિગેરે સને ૨૦૧૫ માં છોટાઉદેપુરમાં એનીમલ પ્રોટેક્શન એક્ટ હેઠળનો ગુન્હો દાખલ થયેલ છે.
આ સફળતા પૂર્વક કામગીરી કરનાર રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. એસ.જે. રાણા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમિતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, શક્તિસિંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર, રૂપકભાઇ બોહરા તથા પો.કોન્સ. રહીમભાઈ દલ, પ્રહલાદસિંહ રાઠોડ, દિવ્યેશભાઇ સુવા, પ્રકાશભાઈ પરમાર, પ્રણયભાઈ સાવરીયા, કૌશીકભાઇ જોષી, મેહુલભાઇ સોનરાજ, નૈમીશભાઇ મહેતા, ઘનશ્યમસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા, તથા અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, અનીરૂધ્ધસિંહ જાડેજા, સાહિલભાઇ ખોખર તથા વિગેરે સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.