Gondal-Rajkot-ગોંડલમાં પાલીકા સંચાલીત સખી મંડળમાં પૈસાની ગોલમાલ અંગે રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા તપાસની માંગ
રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ગોંડલ દ્વારા નગર પાલીકાના ચિફ ઓફિસરને આવેદનપત્ર અપાયુ હતુ.
રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના મહીલા અધ્યક્ષ આશાબા રામદેવસિહ વાઘેલા,ગોંડલ પ્રમુખ રંજનબા પરમાર,ભારતીબા ઝાલા,દિપાલીબા જાડેજા,પુનાબા જાડેજા,પ્રશન્નાબા સરવૈયા સહીત ના મહીલા સદસ્યો એ આવેદનપત્ર મા જણાવ્યુ કે નગરપાલીકા સંચાલીત સખી મંડળમા ગેરવહીવટ ચાલી રહ્યો છે.લોન અપાવવા પૈસા ના ઉઘરાણા થઈ રહ્યા છે.સખી મંડળ મા જોડાયેલી મહીલાઓ દ્વીધા અનુભવી રહી હોય યોગ્ય તપાસ કરવા જણાવ્યુ હતુ. કરણી સેના ની રજુઆત અંગે ચિફ ઓફિસર વ્યાસે જણાવ્યુ કે સબંધીત કર્મચારી રજા ઉપર હોય તે ફરજ પર હાજર થયે તપાસ કરી ખુલાશો મંગાશે.