Gondal-Rajkot-ગોંડલમાં ટ્રકમાં મુંબઇથી પાર્સલ મારફતે મંગાવાયેલ દારૂનો જથ્થો ઝડપાયો.
જૂનાગઢના શખ્સે માલ મંગાવ્યાનું ખુલ્યુ : મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરતી પોલીસ
વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો પોલીસને હાથતાળી દેવા અનેક નુસખાઓ અપનાવતા હોય છે ત્યારે ગોંડલમાં એસ.ઓ.જી, એલસીબી પોલીસની ટીમે એચએસ રોડવેઝના ટ્રકમાં પાર્સલ દ્વારા મંગાવવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એસ.ઓ.જી એલ.સી.બી પોલીસની ચોક્કસ બાતમી મળી હતી કે પ્રવિણ (રહે જુનાગઢ વાળા)એ મુંબઇ થી જુનાગઢ એચ.એચ.રોડવેઝમાં પાર્સલ મારફતે અંગ્રેજી દારૂ તથા બીયર નો જથ્થો મંગાવેલ છે જે અંગે પોલીસ દ્વારા એચએસ રોડવેઝ ખાતે તલાશી લેવામાં આવતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ. ૨૧,૨૦૦ નો મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જૂનાગઢના પ્રવીણ નામના શખ્સની તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરોડા દરમિયાન ટ્રકમાંથી પાર્સલ નીચે ઉતારી લેવામાં આવ્યું હતું તેમજ ઉપરોક્ત દારૂનો જથ્થો પાકા બીલ માં મંગાવવામાં આવ્યો છે, આ દારૂના જથ્થા ના ખરીદનાર અને વેચનાર બંનેના જીએસટી નંબર સહિતની તપાસ હાથ ધરાશે, જીએસટી નંબર વાળું બિલ વાસ્તવમાં પાકુ છે કે ખોટું તે અંગે પણ તપાસ હાથ ધરાશે જરૂર પડ્યે જીએસટી અધિકારીઓને પણ ઘટના અંગેની જાણ કરવામાં આવશે અને ટ્રાન્સપોર્ટના માલિક કર્મચારીઓની પણ પુછપરછ હાથ ધરવામાં આવશે. આ પહેલા કેટલી વાર દારૂના જથ્થા ના પાર્સલ મંગાવવામાં આવ્યા છે તે અંગે પણ પૂછપરછ હાથ ધરાશે.