Rajkot-યુક્રેઇનના ભારતીય નાગરિકો માટે વિદેશ મંત્રાલય દ્વારા પુરી પાડવામાં આવેલી વિશેષ સુવિધાઓ.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આપત્તિજનક પરિસ્થિતિમાં મૂકાયેલા ભારતીય નાગરિકોની મદદ કરવા માટે પોલેન્ડ ખાતે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જે મુજબ યુક્રેઇન સાથે જમીન માર્ગે જોડાયેલા પોલેન્ડમાં પહોંચવા માટે હાલમાં લ્વિવ અને ટર્નોપિલ અને પશ્ચિમ યુક્રેનના અન્ય સ્થળોએ ભારતીયો ઝડપી પ્રવેશ માટે વહેલામાં વહેલી તકે બુડોમિર્ઝ બોર્ડર ચેક-પોઇન્ટ સુધી મુસાફરી કરી શકે છે અથવા ભારતીય નાગરીકોને હંગેરી અથવા રોમાનિયા થઈને પરિવહન માટે દક્ષિણ તરફ જવાની ભારતીય દૂતાવાસ, વોર્સો દ્વારા સલાહ આપવામાં આવી છે.
યુક્રેનમાં રહેલા ભારતીય નાગરિકોને વધુ પડતી ભીડને કારણે શેહિની-મેડીકા બોર્ડર ક્રોસિંગ તરફ ન જવા સૂચના આપવામાં આવી છે. પોલેન્ડમાં રહેલા ભારતીય દૂતાવાસમાં મેડીકા અને બુડોમિર્ઝ બોર્ડર ચેક-પોઇન્ટ ઉપર ભારતીય અધિકારીઓ ઉપસ્થિત છે, જે સ્થળાંતર કરનારાઓને ભારત આવવા માટે મુસાફરીની વ્યવસ્થા કરી આપશે. જે ભારતીય નાગરીક અન્ય કોઈપણ બોર્ડર ક્રોસિંગ કરીને પોલેન્ડમાં પ્રવેશ કરે ત્યાં ભારતીય અધિકારીઓ ઉપસ્થિત ન હોય તેવા સંજોગોમાં વ્યક્તિએ સીધુ જ “હોટેલ પ્રેઝીડેન્કી, ઉલ. પોડવિઝ્લોજ ૪૮ રઝેસ્વોઝમાં (Hotel Prezydencki, ul.Podwislocze 48 in Rzeszow)ખાતે તેમના રોકાણ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ત્યાંથી ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગાની ફ્લાઈટ્સનું નિયમિતપણે સંચાલન કરવામાં આવી રહ્યું છે. હોટલ સુધી પહોંચવા માટે જો ભારતીય વિદ્યાર્થી પાસે ભંડોળ ના હોય તો ભારતીય દૂતાવાસ દ્વારા હોટલ સુધીનો ટ્રાન્સપોર્ટ માટેનો ખર્ચ ચૂકવવામાં આવશે તેમ ભારતીય દૂતાવાસ વોર્સો, પોલેન્ડની યાદીમાં જણાવાયું છે.