યુક્રેન નાં ખારકીવમાં રશિયાના હુમલામાં એક ભારતીય કર્ણાટકના વિદ્યાર્થી નવીન શેખરપ્પા નું મોત.

રશિયન હુમલા વચ્ચે યુક્રેનમાંથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે . જણાવવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાં ભારે ફાયરિંગ દરમિયાન એક ભારતીય વિદ્યાર્થી શેખરપ્પા નું મોત થયું છે . વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે . ભારતીય વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે . કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ ખાર્કિવમાં જોરદાર વિસ્ફોટ કર્યો છે . રશિયન ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે . રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે . બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે પ્રથમ રાઉન્ડની બેઠક યોજાઈ છે . પરંતુ આ છતાં , રશિયન સૈનિકોએ યુક્રેનના શહેરો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યુ છે . મૃતક વિદ્યાર્થી  નવીન શેખરપ્પા કર્ણાટકનો હોવાનું સામે આવ્યું છે .
error: Content is protected !!