Junagadh-મહા શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં ૮ લાખથી વધુ ભાવિકો ઉમટ્યા :આજે શાહીસ્નાન સાથે મેળાની પુર્ણાહુતી રાત્રે દિગમ્બર સાધુઓની રવાડી નીકળશે અને ભવનાથ મંદિરે મૃગી કુંડમાં શાહીસ્નાન કરશે.
જૂનાગઢ નાં ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રિના મેળામં ભાવિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ચોથા દિવસે આંકડો ૮ લાખને વટાવી ગયો હતો. આજે મંગળવારે શિવરાત્રિના રોજ મેળાનો અંતિમ દિવસ છે. આજે રાત્રે દિગમ્બર સાધુઓની રવાડી નીકળશે અને ભવનાથ મંદિરે મૃગી કુંડમાં શાહીસ્નાન કરશે. આ સ્નાન બાદ મેળો પૂર્ણ થશે.
સામાન્ય રીતે મેળાના પ્રથમ દિવસોમાં ટ્રાફિક જોવા મળતો નથી, પરંતુ ચાલુ વર્ષે પહેલાં દિવસથી જ ટ્રાફિક રહ્યો હતો. બપોર બાદ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. શિવરાત્રિનાં મેળાના ચાર દિવસમાં ૮ લાખ કરતાં વધુ ભાવિકોએ મેળાની મોજ માણી છે. આ સંખ્યા હજુ વધવાની છે. ચાલુ વર્ષે મેળામાં ૧૨ લાખ કરતાં વધુ ભાવિકો આવવાનો અંદાજ છે.
આજે છેલ્લા દિવસોમાં ટ્રાફિક વધતાં સાંજથી ભવનાથ જવા માટે તમામ વાહનનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. લોકો ગીરનાર દરવાજા, ભરડાવાવથી ચાલીને ભવનાથ પહોંચે છે. આજે મેળાનો અંતિમ દિવસ છે. મોટી સ્યામાં લોકો મેળામાં ઉમટી પડવાની સંભાવનાને પગલે ખાસ વ્યવસ્થા ગોઠવા દેવામાં આવી છે.
શિવરાત્રીમા મેળામાં આજે અંતિમ દિવસે નીકળનારી રવાડી સૌથી મોટું આકર્ષણ હોય છે. દિગમ્બર સાધુની રવાડીના દર્શન કરવાનું અનેરૂ મહત્ત્વ છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય છે. રવાડીના દર્શન કરી શકાય તે માટે આજે સાંજથી માજ લોકો રવાડીના રૂટની આસપાસ ગોઠવાઈ જશે.
શિવરાત્રિનાં દિવસે એટલે કે મેળાના આજે અંતિમ દિવસે ભવનાથમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે ત્યારે બપોર બાદ વાહનને પ્રવેશ નહીં મળે. જો કે ટ્રાફિક વધતાં આ નિર્ણય વહેલો પણ કરવામાં આવે તેવી શક્યતા છે. આજે સવારથી જૂનાગઢ તરફ આવતા તમામ પ્રકારના વાહનમાં ભીડ જોવા મળી હતી. બસ, ખાનગી બસ, ટ્રેન, રિક્ષાઓ ભરાઈ ભરાઈને આવતા હતાં.