પુટીને અણુબોમ્બ સીસ્ટમ હાઈ એલર્ટ કરી: ચિંતા વધી

રશિયાના પાડોશી બેલારૂસ પણ પુટીનની સેનાની મદદે જશે નાટો સહિતના દેશોને ચેતવણીનો પ્રયાસ.

યુક્રેન પરના આક્રમણમાં પાંચમા દિવસે પણ રશિયા ધારી સફળતા મેળવી શકયું નથી અને જે રીતે અમેરિકા-નાટો દેશો હવે યુક્રેનને મહત્વના શસ્ત્રો પુરા પાડી રહ્યા છે તેનાથી ઉશ્કેરવામાં રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટીને તેના અણુ બોમ્બ સિસ્ટમને હાઈ એલર્ટ પર મુકતા વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે.

એક તરફ હજું અમેરિકા કે નાટોના દેશો યુક્રેન- યુદ્ધમાં સીધી રીતે ઝંપલાવવા તૈયાર નથી તે સમયે રશિયાનું આ કૃત્ય ચિંતાજનક છે પણ એક પરમાણું શક્તિ ન હોય તેવા દેશ સામે આ પ્રકારની ધમકી ગંભીર ગણાય છે અને અમેરિકા એલર્ટ થઈ ગયુ છે તો બીજી તરફ હવે બેલારૂસે પણ રશિયાની તરફેણમાં યુદ્ધમાં ઝંપલાવતા સ્થિતિ વણસે તેવી શકયતા છે.

બેલારૂસના આપખુદ શાસક રશિયાની મદદે તેની સેના તથા હવાઈદળને મોકલવાની જાહેરાત કરી છે અને ગઈકાલે બેલારૂસ સૈન્યએ યુદ્ધ અભ્યાસ પણ કર્યો હતો.

error: Content is protected !!