Gondal-Rajkot ગોંડલની અદ્યતન સિવિલ હોસ્પિટલમાં શ્રમિક યુવાનના મૃતદેહના પીએમ માટે તબીબો એકબીજા પર ખો આપતા હોય તેવો ઓડિયો વાયરલ થયો.

ગોંડલની અદ્યતન સિવિલ હોસ્પિટલમાં શ્રમિક યુવાનના મૃતદેહના પીએમ માટે તબીબો એકબીજા પર ખો આપતા હોય તેવો ઓડિયો વાયરલ થય

સેવાભાવી આગેવાનોની રજૂઆત સાંભળવાના બદલે આર.ડી.ડી. ઉલ્ટાના ગાજયા

સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ નું વર્ણન “નરોવા કુંજરોવા” જેવું

AUD-20220227-WA0052

AUD-20220227-WA0053

AUD-20220227-WA0054

AUD-20220227-WA0057

 

ગોંડલ શહેરના ઘોઘાવદર રોડ ઉપર આવેલ જયદીપ સિમેન્ટ ફેક્ટરીમાં મજુરી કામ કરતા મનીષ વસનાભાઈ ભાભોર ઉંમર વર્ષ 17 નામના યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોય તેના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવ્યો હતો પરંતુ સાપર થી ડેપ્યુટેશન માં આવેલ ડોક્ટર નિધિ ભટાસણા એ જણાવ્યું હતું કે તેઓ નવા છે તેમને પીએમ નો કોઈ અનુભવ નથી, ત્યારબાદ હોસ્પિટલ ખાતે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના નેજા હેઠળ સેવા બજાવતા દિનેશભાઈ માધડ દ્વારા રાજકોટ આર ડી ડી પીપળીયા ને જાણ કરવામાં આવતા તેઓ લાજવાને બદલે ગાજ્યા હતા અને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ સુપ્રીન્ટેન્ડેન્ટ તરીકે આવેલા અરૂણ ટાંકા દ્વારા નરો વા કુંજરો વા નું વલણ દાખવવામાં આવતા શ્રમિક પરિવાર દ્વિધામાં મુકાયો હતો અને આ તકે સેવાભાવી આગેવાને જણાવ્યું હતું કે શું ગોંડલની હોસ્પિટલમાં આવતા મૃતદેહ ઘેટા બકરા સમાન છે ? કે કોઈપણ નવા નિયુક્ત ડોકટર આવી અને તેના પર શીખવાનું કામ કરે આ કેટલી હદે વ્યાજબી ગણાય આ બાબતે રાજ્યના આરોગ્યમંત્રી અને વડા પ્રધાન સુધી ફરિયાદ કરવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.

 

error: Content is protected !!