યુક્રેનની મહિલા સાંસદે ઉપાડી બંદૂક , પુતિનને આપી ચેતવણી
યુક્રેન પર રશિયાનો હુમલો સતત ત્રીજા દિવસે પણ ચાલુ છે . યુક્રેનમાં એક તરફ લોકો મરી રહ્યા છે અને દેશ છોડીને ભાગી રહ્યા છે તેની તસવીરો સામે આવી રહી છે , તો બીજી બાજુ કેટલીક એવી તસવીરો છે , જે ત્યાંના લોકોને ઉત્સાહિત કરી રહી છે . યુદ્ધની વચ્ચે યુક્રેનની એક મહિલા સાંસદે હાથમાં હથિયાર ઉપાડ્યું છે . તેની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે . મહિલા સાંસદનું નામ કિરા રુડિક છે . તેણે બંદૂક સાથેનો પોતાનો ફોટો ટ્વીટ કરીને કહ્યું કે હું બંદૂક ચલાવવાનું શીખી રહી છું . હવે શસ્ત્ર ઉપાડવું જરૂરી બન્યું છે . જો કે તે એક સ્વપ્ન જેવું લાગે છે , મેં થોડા દિવસો પહેલા સુધી તેના વિશે ક્યારેય વિચાર્યું ન હતું . પરંતુ હવે યુક્રેનની મહિલાઓ પુરૂષોની જેમ જ પોતાની જમીનની રક્ષા કરશે .