ખાખીધામ આશ્રમ નાંમહંત ધનંજયદાસ બાપુ ઉપર ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ નાં વિરોધમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગોંડલ ના પ્રમુખ આશાબા રામદેવસિંહ વાઘેલા એ ડેપ્યુટી. કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું.
પ્રાપ્ત વિગત મુજબ તા.૬/૧૨/૨૦૨૧નાં રોજ શ્રી ખાખીધામ આશ્રમ નાં મહંત શ્રી ધનંજયદાસ નૃત્ય ગોપાલદાસજી ની ઉપર લેન્ડ ગ્રેબિંગ નાં કેસ ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માં આવી હતી જે તદ્દન ખોટી છે ખાખીધામ ગૌશાળા આશ્રમ વર્ષો જૂની છે અને ધનંજય બાપુ પહેલા આજથી લગભગ ૨૫ વર્ષ બીજા સંત રહેતા હતા આ જૂનો આશ્રમ છે.ગોંડલ તાલુકા અને રાજકોટ જિલ્લાનાં લોકોની આસ્થા જોડાયેલી છે ધનંજય બાપુ લેન્ડ માફિયા નથી જેથી તેઓની સામે જે એફ.આર.આઈ પાછી ખેંચી રદ કરવામાં આવે તેવી વિનંતી સાથે વિનંતી કરવામાં આવી હતી વધુમાં ધનંજય બાપુ અને આશ્રમ હિન્દુઓની આસ્થા નું કેન્દ્ર છે સડક પીપળીયા ગામે અવારનવાર સંત ને તેની જગ્યા ઉપર હટાવવાના જે પ્રયાસ કરવામાં આવે છે તેવા તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગૃહ વિભાગ એ ખાસ નોંધ લેવા વિનંતી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.